કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસની ભાવનગરમાં ઉજવણી

276

આજે તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ભારતિય રાષ્ટ્રિય કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરનાં કુંભારવાડા મોતી તળાવ, ઇન્દિરા વસાહત વિસ્તારમાં ગરીબોને કપડાં તેમજ બાળકોને રમકડાં અને નાસ્તાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ સાથે ભાવનગરના આગેવાનો અને કાર્યકરો તથા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુત્રો પોકાર્યા હતા અને ગરીબ બાળકોને રમકડાં કપડાંનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહિલા કોંગ્રેસના પારૂલબેન ત્રિવેદી ઉપરાંત ભોપાભાઇ ભરવાડ, નિતાબેન રાઠોડ, રહિમભાઇ કુરેશી, હિંમતભાઇ મેણીયા સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

Previous articleમહુવાના કસાણ ગામે યુવતી પર દિપડાએ હુમલો કરતા મોત
Next article૧૧.૨ ડિગ્રી સાથે ભાવનગરમાં કોલ્ડવેવ