ભાવનગરમાં બાકી રહેતા વિસ્તારોમાં ગેસ લાઈન નાખવાની સફળ રજૂઆત

347

ભાવનગર શહેરમાં ગુજરાત ગેસ લિમીટેડ દ્વારા ૭૦ % ગેસ લાઇનો નંખાઇ ગયેલ છે અને મોટા ભાગમાં જનતાને ઘરેઘરે ગેસ લાઇન કનેકશન જોડાણ અપાઇ ગયેલ છે . બાકી રહેતા વિસ્તારો , બાડા વસાહત , શહેર ફરતી સડક , સોસાયટીઓ શહેરમાં ભળેલ , અધેવાડા , સીદસર , નારી , તરસમીયા , રૂવા , અકવાડા સહિત ઉત્તરકૃષ્ણનગર , આનંદનગર , મહિલા કોલેજ , તિલકનગર , બોરડીગેઇટ , શિશુવિહાર , રૂવાપરી રોડ બંન્ને સાઈડ વિસ્તારોની વસાહતો , નાગરીકો , જનતાને ગેસ લાઇનો બાકી હોય સુવિધા સત્વરે મળે તે અંગે વસાહતીઓની રજુઆત અનુસંધાને ભાજપના અગ્રણી , પૂર્વ કોર્પોરેટર , કિશોરભાઇ ભટ્ટ , મધુસુદનભાઇ જાની , હરદેવસિંહ ગોહિલ , ઉદયભાઇ બોરીસાગર , કુલદિપસિંહ ઝાલા , ભરતભાઇ ગાંગાણી , અધેવાડા પૂર્વ સરપંચ લાલુભા સરવૈયા , હિતેષ લાડવા , ગુજરાત ગેસ કંપની ઝોનલ અધિકારી યતીન્દ્ર શર્માજી , ઉપેન્દ્ર શર્માજી , મેનેજર રામબાબુ ચૌહાણને ડેલીગેશન મળી ૩૦ % વિસ્તારોમાં બાકી રહેતી ગેસ લાઇનો ઝડપી નાખવા અને ઘરે – ઘરે ગેસ કનેકશનો અંગે જનતાને ઝડપી સુવિધા પ્રદાન થાય જેથી ઝડપી લાઇનો નાખ્યા બાદ કોર્પોરેશન દ્વારા મંજુર થયેલ પેવર ડામર રોડતેમજ રોડ મરામત કાર્ય ઝડપી થઇ શકે તે અંગે ઝડપી કામ અંગે રજુઆત કરેલ . તે અંગે ગુજરાત ગેસ કંપનિ અધિકારીઓને પણ જનતાને ઝડપી સુવિધા મળે , જનતા , વસાહતીઓ સૌકોઇના સહકારથી તા . ૧૯ / ૧૨ થી આનંદનગર , મહિલા કોલેજ રોડ , ગેસ લાઇન પાથરવાનું કામ શરૂ થયેલ છે . તેમજ બાકી વિસ્તારોમાં પણ ઝડપી કામ શરૂ થયેલ હોય , જનતા ખુશી અનુભવી રહી છે .

Previous article૧૧.૨ ડિગ્રી સાથે ભાવનગરમાં કોલ્ડવેવ
Next articleડુંગળીના નિકાસ પર પ્રતિબંધ દૂર કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી, ઓપન બજારમાં આજે ૪૦ થી ૫૦નો વધારો થયો