શિશુવિહાર સંસ્થા ખાતે કવિ ભરત વાળાનાં ’ ભરત વિમર્શ ’ પુસ્તકનું વિમોચન તથા કવિ સંમેલન યોજાયું

0
189

સપ્ટેમ્બર ૧૯૮૦થી અવિરત ચાલતી બુધસભાની ૨૧૦૪મી બેઠક શિશુવિહાર ખાતે મળી. બેઠકમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષપણાં હેઠળ પૂજય તખ્તસિંહજી પરમાર – ગુરુજીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપે કવિ ભરત વાળાનાં ’ ભરત વિમર્શ ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
કવિશ્રી જયેશભાઇ ભટ્ટનાં સંચાલનમાં મુશાયરો યોજાયો. કવિ સંમેલનમાં કવિઓ સર્વશ્રી સુનિલભાઈ પરમાર, ગુણવંતભાઈ ઉપાધ્યાય, ડૉ. નટુભાઈ પંડ્યા, વિજયભાઈ રાજ્યગુરુ, ડૉ. પથિકભાઈ પરમાર દ્વારા રચનાઓની પ્રસ્તુતિ થઇ. વર્ષ ૨૦૨૦ બુધસભા કમિટી સદસ્યોનું અભિવાદન તેમજ વર્ષ ૨૦૨૧નાં નવા કમિટી સભ્યોનું સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ દવે, પ્રા. મહેન્દ્રસિંહભાઈ પરમાર, ડૉ. નાનકભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. બુધસભાનો વર્ષ ૨૦૨૦નો અહેવાલ શ્રી કૃપાબેન ઓઝા દ્વારા રજૂ થયો. કવિશ્રી વિજયભાઈ રાજ્યગુરુએ ભરત વાળાનાં પુસ્તકને આવકાર આપ્યો. અધ્યક્ષીય ઉદ્દબોદન પ્રા. મહેન્દ્રસિંહભાઈ પરમારે તળના કવિ ભરત વાળાની કવિતાઓ બિરદાવી અને નવાં પુસ્તક વિશે રસપ્રદ વાતો કહી.
પુસ્તક લોકાર્પણ અને કવિ સંમેલનમાં હિમલ પંડ્યા, પ્રવીણ સરવૈયા, ભરત વાઘેલા, ડૉ. જિતુભાઇ વાઢેર, રાણા બાવળિયા, ઉદયજી મારુ, અંજના ગૌસ્વામી, રમેશ પરમાર વગેરે સર્જકો ઉપસ્થિત રહ્યાં હતાં.શિશુવિહારના સ્થાપક પૂજ્ય માનભાઇ ભટ્ટની આ માનીતી પ્રવૃત્તિ તેમજ બુધસભાના સ્થાપક પ્રા. શ્રી તખ્તસિંહજી પરમાર દ્વારા શરૂ થયેલી લોકશિક્ષણની એક આગવી અને અનોખી કાવ્ય પ્રવૃત્તિ છેલ્લા ૪૦ વર્ષથી નવોદિતોને પ્રોત્સાહન આપનારી બુધસભા આજે સૌ સર્જકોની સૌ પણ માનીતી બની ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here