ઉત્તરાયણમાં રાણપુર ગ્રામ પંચાયત દ્રારા પાંજરાપોળના અબોલ પશુઓ માટે ૧,૪૧,૫૫૧ નો ફાળો એકઠો કર્યૉ

187

બે દિવસમાં પાંજરાપોળના અબોલ પશુઓ માટે ૧,૪૧,૫૫૧ રૂપિયા નો ફાળો એકઠો કરી પાંજરાપોળ ને રૂપિયા અર્પણ કરવામાં આવ્યા
ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયત દ્રારા રાણપુર પાંજરાપોળના ૧૨૦૦ કરતા વધુ અબોલ પશુઓના ઘાસચારા માટે ફાળો એકઠો કરવા બસ સ્ટેશન પાસે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ કર્મચારી સહીત સેવાભાવી લોકો દ્રારા પાંજરાપોળના અબોલ પશુઓ માટે ફાળો એકઠો કરવામાં આવ્યો હતો.ગ્રામ પંચાયતના સરપંચ સહીત સભ્યો અને કર્મચારી ગણ બે દિવસ સ્ટોલ ઉભો કરી ૧,૪૧,૫૫૧ રૂપિયા નો ફાળો એકઠો કરી રાણપુર પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવ્યો હતો.અગાઉના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્રારા આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાણપુર પાંજરાપોળના અબોલ પશુઓ માટે સૌપ્રથમવાર સ્ટોલ ઉભો કરી ફાળો એકત્ર કર્યો હતો.એ પરંપરાને હાલના સરપંચ મનહરભાઈ પંચાળા તથા સભ્યો તેમજ કર્મચારી અને સેવાભાવી લોકો દ્રારા બે દિવસ રાણપુરમાં પાંજરાપોળના અબોલ પશુઓ માટે ૧,૪૧,૫૫૧ રૂપિયા નો ફાળો એકઠો કરી રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓની હાજરીમાં આ તમામ રૂપિયા પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યા હતા અને રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્રારા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ,સભ્યો કર્મચારી સહીત સેવાભાવી લોકોનો આભાર માન્યો હતો…

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર