સિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ તેમજ જનસંપર્ક કાર્યક્રમ

91

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના આદેશ અને ભાવનગર જીલ્લા કૉંગ્રેસ સમિતિની સૂચના મુજબ શિહોર તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા આગામી તાલુકા / જીલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને આજ રોજ સૉનગઢ ,અમરગઢ તથા આંબલા તાલુકા પંચાયતની સીટમાં સંવાદ તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉનાના ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રતિનિધિ મનૉહરસિંહ ગોહિલ(લાલભા) ઉપસ્થિત રહેલ આ સંવાદ કાર્યક્રમમાં પક્ષનું સંગઠન મજબૂત બનાવવા , સર્વ સંમત ઉમેદવારો નક્કી કરવા , ભાજપ સરકારની ખેડૂત , ગામડા અને ગરીબ વિરોધી નીતિઓ સામે જનતાને જાગૃત કરવા અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી….