મહુવાના પીપળવા ગામે કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા

166

મહુવા તાલુકાના મોટા પીપળવા ગામે સમસ્ત કોળી સમાજનો નવમો સમુહ લગ્ન યોજાયો બાવીસ નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડયા સતનામ આશ્રમ પીપળવા ગામ સમસ્ત આયોજિત અને શ્રી સવારામ સાંખટ દ્વારા સમસ્ત કોળી સમાજ નો નવમો સમુહલગ્ન યોજવામાં આવ્યો. જે?મા રાષ્ટ્રીય જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઈ ચાવડા , મહુવા પત્રકાર એકતા સંગઠન ના પ્રમુખ દિનેશરાજ રાવલિયા , મહુવા કોળી જાગૃતિ અભિયાન ના બકુલભાઈ મકવાણા , સમાજ અગ્રણી અશોકભાઈ ભાલીયા. વિઠ્ઠલભાઇ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ૨૨ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. ખૂબ જ સાદાઈથી અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો હતો.