ભાવનગર મહાનગર પાલિકાના પટાંગણમાં ભાવ. મ્યુની. કમિશ્નર એમ.એ. ગાંધીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધ્વજ વંદન બાદ મ્યુની. કમિશ્નર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સન્માન, વૃક્ષારોપણ, રોપા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે પ્રમાણે કાર્યક્રમ યોજાયો હતો.

















