ભાવનગરના અલંગમાં યુરોપીયન યુનિયનના જહાજો ભંગાવવા આવશેઃ ચેમ્બર પ્રમુખ

343

દેશના નાણામંત્રી નિર્મલા સીથારામને જે બજેટની સ્પીચમાં ખાસ અલંગનો ઉલ્લેખ કરેલ છે અને ટનેજને ડબલ કરવાની વાત કરેલ છે તે આવકાર્ય છે. પરંતુ ઈમ્પોર્ટ કરેલ સ્ટીલ સ્ક્રેપ ઉપરની ડ્યુટી પણ આ બજેટમાં ઘટાડેલ છે, તેથી જાહેરાતની યથાર્થતા આવનાર સમય જ નક્કી કરશે. યુરોપિયન યુનિયનના જહાજો હવેથી ભાવનગરના અલંગ ખાતે ભંગાવવા આવશે પણ એની સાથે એના નિયમો પણ બનાવવા પડશે.દેશના નાણામંત્રી નિર્મલા સીથારામને વર્ષ ૨૦૨૧-૨૨નું કેન્દ્રીય બજેટ રજુ કર્યું છે તે અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ પ્રતિભાવ આપતા જણાવેલ છે કે રજુ કરવામાં આવેલ આ બજેટ આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડીયાને પ્રોત્સાહન આપનારું બની રહેશે.સીન્થેટીક ડાયમંડ ની ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ઘરઆંગણના ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે. મેઇક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઈમ્પોર્ટ થતી અમુક વસ્તુઓની કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેથી ડોમેસ્ટિક ઉત્પાદનને લાભ થશે સાથે સાથે સ્ટાર્ટઅપ માટેના ટેક્ષ હોલીડેની સમય મર્યાદા તા.૩૧.૦૩.૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે તે બન્ને બાબતો પણ આવકાર્ય છે. એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બિલ્ડરોને મળતું ડીડકશન તથા કરદાતાઓને વધારાના ૧.૫૦ લાખના વ્યાજનું મળતું ડીડકશન હવે તા.૩૧.૦૩.૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે તેના કારણે બાંધકામ ઉદ્યોગને વેગ મળશે અને જરુરીયાતમંદ લોકોને પણ પોતાનું ઘર મેળવવામાં અનુકુળતા રહેશે.ઇન્કમટેક્ષનાં કાયદા હેઠળ ૫ વર્ષ સુધીના હિસાબો રાખવાની જોગવાઈ હતી જેમાં ઘટાડો કરી ૩ વર્ષ કરવામાં આવેલ છે તે આવકાર્ય છે પરંતુ સાથે સાથે જીએસટી અને અન્ય કાયદાઓ અંતર્ગત આજ પ્રકારના ફેરફાર થાય તો સરકાર આ જાહેરાત વધારે અસરકારક બની શકે તેમ છે. સરળીકરણનાં ભાગરૂપે સર્વિસ ક્લાસના ઇન્કમટેક્ષનાં રીટર્ન ઓટોમેટીક જનરેટ થશે. સરકાર દ્રારા કોમ્પ્યુટરાઈઝેશન બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ માધ્યમથી ડેટાનો ઉપયોગ પ્રજાલક્ષી બનવાનો આ નિર્ણય આવકાર્ય છે.
૭૫ કે તેથી વધારે ઉંમરના સીનીયર સિટીઝનને વ્યાજ અને પેન્શનની આવક રૂ.૫ લાખ સુધીની હોય તો ઇન્કમટેક્ષ રીટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે તે આવકાર્ય છે પરંતુ સીનીયર સિટીઝન ૫ લાખની આવકમર્યાદામાં અન્ય આવકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોત તો વધારે સારૂ થાત. ડીવિડંડનાં પેમેન્ટને ટીડીએસનાં પ્રોવિઝનમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી ઘણા નાનાં શેરહોલ્ડરોને રાહત મળશે તથા ડીવિડંડની આવકના કારણે એડવાન્સ ટેક્ષ ડીફર થતો હતો તેની ઉપર વ્યાજની ગણતરીમાં ડીવિડંડ જાહેર થયા પછી જ આવકમાં ઉમેરાશે તે નિર્ણય પણ આવકાર્ય છે. ઇન્પોર્ટ ડ્યુટી એકઝમ્પશન લીસ્ટમાંથી ૪૦૦ જેટલી પ્રોડક્ટ બાદ કરવાની જાહેરાત કરવામાં આવેલ જેનો દર બે વર્ષે રીવ્યુ કરવાનું પગલું પણ આવકાર્ય છે.

Previous articleભાવનગરમાં ધોરણ-૯ અને ૧૧ની શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, સ્કૂલોએ વિદ્યાર્થીઓને આવકાર્યા
Next articleશિવાજી સર્કલ-સમર્પણ ફીડરના વિસ્તારોમાં કાલે વીજકાપ જાહેર