સિહોર રેલવે ફાટકના ઓવરબ્રિજની મંજૂરી : ૫૦ કરોડ જેવી ગ્રાન્ટ મંજુર

264

ઓવરબ્રિજ બનાવવા લોકોની વર્ષો જુની માંગણી કાને નહિ? ધરાતા રોષની લાગણી સિહોરમાં આવેલ અમદાવાદ રોડ એ વાહનોથી સતત ધમધમતો રોડ છે. આ રોડ પરથી દરરોજ બેશુમાર વાહનોની અવરજવર રહે છે. આ જ રોડ પર રેલ્વેનું ફાટક પણ આવેલ છે આ ફાટકથી દરરોજ દિવસ દરમ્યાન ૨૦ થી વધુ ટ્રેનો પસાર થાય છે. જેવી કે બ્રાંદ્રા, ઓખા, બોટાદ, સુરેન્દ્રનગર, મહુવા, પાલીતાણા જેવી અનેક ટ્રેનોની આખો દિવસ અવરજવર ચાલુ હોય છે ત્યારે આ ફાટક બંધ થાય છે ત્યારે આ સિહોર- અમદાવાદ હાઇવે રોડ નાં આ રેલ્વે ફાટક પરની બંન્ને સાઇડ વાહનોની,રાહદારીઓની લાંબી કતારો લાગી જાય છે અને ટ્રાફિક જામ થઇ જાય છે. અહીંથી ઉસરડ, વડીયા, ઘાંઘળી, વલભીપુર, અમદાવાદ સહીતનાં અનેક ગામોમાં જવુ હોય ત્યારે આ રોડ પરથી પસાર થવુ પડે છે અને આ ફાટકની આગળ સ્વામીનારાયણ ગુરૂકુળવિધાલય, બી.સી.એ. કોલેજ, અનેક સોસાયટીઓ તેમજ ઔધોગીક એકમો પણ આવેલા છે.જયારે આ ફાટક બંધ હોય છે ત્યારે અસંખ્ય વાહનો,રાહદારીઓ,વિધાર્થીઓ અને કારખાનેદારો તથા મજુરો ને સ્થંભી જવુ પડે છે અને માથાનો દુખાવા સમાન આ ફાટક બની જાય છે.ત્યારે આ ફાટક ને ઓવરબ્રિજ ની મંજુરી મળતા લોકો માં હર્ષ ની લાગણી ફેલાણી છે.કોઇ આના કરાણે સમયસર પોતાનાં સ્થળ પર પહોંચિ શકતું નથી.અને આ રોડ પરથી જૈન ધર્મસ્થાન પાલીતાણા આવતા લોકો માટે આ ફાટક એક અવરોધક પરિબળ તરીકે સાબિત થાય છે. આ દર્શ્ય કાંઇ દિવસમાં એક વાર સર્જા?તુ નથી જયારે જયારે ટ્રેન આવે ત્યારે ’’પુનરપી જનનમ્‌ પુનરપી મરણ’’જેવો ઘાટ સર્જાય છે પરંતુ કોણ જાણે રેલ્વે તંત્રને દરરોજ હેરાન પરેશાન થતા બેશુમાર રાહદારીઓને હળાહળ મુશ્કેલી દેખાતીજ નહોતી અને સિહોરવાસીઓ પણ આ બાબતે આટલા મૌન કે ઉદાશીન શા માટે છે એ પણ એક અકળાવનારો પ્રશ્ન હતો અંતે સિહોરમાં આ ફાટક પર ઓવરબ્રિજ કરવાની મજૂરી મળેલ છે હવે રોજનાં હજારો લોકોની લાખો મિનીટો બચાવી શકાય અને તેનો કિમતી સમય અને સમયસર તેનાં મુકામે પહોચિ શકશે.ઘણીવાર માણસ કોઇ અરજન્ટ કામે જતો હોય ત્યારે આ ફાટક બંધ હોય ત્યારે અચુક તેને રેલ્વે તંત્રનાં નિયમ મુજબ ફાટક ખુલ્લે ત્યાસુધી રાહ જોવી પડે છે તે પ્રશ્ન હલ થયેલ છે. ભાવનગર જિલ્લાનાં સાંસદ અને સિહોરનાં ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ આ બાબતને ગંભીર ગણી રજુઆત કરતા સિહોરની વર્ષો જુની આ ફાટકની સમસ્યાનો અંત આવેલ છે.