ઉમરાળા ખાતે ગેબનશાહ વલી નો ઉર્સ શરીફ શાનોશોકત થી મનાવવામાં આવ્યો હતો.

173

આજ રોજ ઉમરાળા ખાતે ગેબનશાહ વલી નાં ઉર્સ શરીફ નાં મોકા પર દરગાહ પર રોશની થી શણગારવામાં આવેલ તેમજ ઉમરાળા અમન સોસાયટીમાં રહેતા રહીમભાઈ ઈસાભાઈ સૈયદ નાં નિવાસ સ્થાને થી ડી.જે સાઉન્ડ સાથે ચંદલ શરીફ લઇ દરગાહ શરીફ પહોંચ્યા હતા. તેમજ ત્યાં મિલાદ શરીફ રાખવામાં આવી હતી અને મિલાદ બાદ નિયાઝ શરીફ નો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો.આ સમગ્ર ઉર્સ શરીફ નાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરાળા સૈયદ પરિવાર તેમજ મુસ્લિમ સમાજે જહેમત ઉઠાવી હતી.ઉર્સ શરીફ નિમિત્તે ઉમરાળા મુસ્લિમ સમાજના પ્રમુખ અસ્લમભાઈ ગાજીભાઈ સલોત તેમજ ‌ઉમરાળા ઘાંચી સમાજ નાં પ્રમુખ સતારભાઈ મુસાભાઈ સૈયદ તેમજ જબ્બારબાપુ જી કુરેશી તેમજ હાજીબાપુ કાદરી, રફીકબાપુ સિરાજી, લાલુશા મોગલ, કાળુભાઈ મુલતાની વિગેરે ખાસ હાજરી આપી હતી.
સિરાજ ખોખર ઉમરાળા