રાણપુરમાં નદી કાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીર નો પાંચમો પાટોત્સવ ઉજવાયો

136

પાટોત્સવ પ્રસંગે મહાપુજા,ભગવાનને અભિષેક તેમજ વિવિધ વાનગીઓનો ભગવાનને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી ને કાંઠે આવેલ જુના સ્વામિનારાયણ મંદીર નો પાંચમો પાટોત્સવ ઉજવાયો હતો.આ પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ મંદીરે સાંજે ૪ થી ૬ મહાપુજા તથા ભગવાનને અભિષેક તથા ૬:૩૦ કલાકે આરતી તેમજ સત્સંગ સભા યોજવામાં આવી હતી જેમાં વરિષ્ટ સંતો દ્રારા પાટોત્સવ નો મહીમાં તેમજ હરિભક્તો ને આશિર્વચન પાઠવ્યા હતા.તેમજ વિવિધ વાનગીઓનો ભગવાનને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.આ પાટોત્સવ પ્રસંગે ધામેધામ થી સંતો પદ્યાર્યા હતા જેમાં પુજ્ય ભાનુપ્રસાદદાસજી સ્વામી લાઠીદડ,શાસ્ત્રી સ્વામી હરીજીવનદાસજી ચેરમેન ગઢડા મંદીર,કોઠારી સ્વામી વિશ્વજીવનદાસજી ગઢડા મંદીર,કોઠારી સ્વામી શાંતિપ્રસાદદાસજી લાઠીદડ મંદીર,શ્રીજીસ્વરૂપદાસજી સ્વામી કરમડ ગુરૂકુળ,પુજારી સ્વામી બાલસ્વરૂપદાસજી લાઠીદડ,શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસજી લાઠીદડ
શાસ્ત્રી સ્વામી રામસ્વરૂપદાસજી લાઠીદડ સહીત અનેક સંતો હાજર રહી આશિર્વચન પાઠવ્યા હતા.તેમજ ગઢડા મંદીરના ટ્રસ્ટી વિનુભાઈ રાખોલીયા,રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ રાજેન્દ્રભાઈ(રાજુભાઈ)મકવાણા,રાણપુર સ્વામિનારાયણ મંદીરના કોઠારી પ્રકાસભાઈ સોની,બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના બિનહરીફ ઉમેદવાર કેશુભાઈ પંચાળા,મુકુંદભાઈ વઢવાણા,ગોવિંદસિંહ ડાભી,સંજયભાઈ ગદાણી,મોહનભાઈ મકાણી,રાજુભાઈ થોરીયા,પ્રફુલભાઈ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.આ પાટોત્સવમાં રાણપુર શહેરના મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો…

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર