બી.આર.સી.કો ઓર્ડીનેટર રાણપુર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

133

સમગ્ર શિક્ષા રાણપુરમાં બી.આર.સી કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા આર.એસ.રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસની આ વર્ષે પણ રાણપુર તાલુકાની તમામ પ્રાથમિક શાળાના પુસ્તકાલયને પુસ્તક આપી અલગ રીતે ઉજવણી કરવામાં આવેલ.ગયા વર્ષે પણ બાળકોમાં ઈતર વાચનની ભૂખ જાગે અને શાળા પુસ્તકાલય સમૃદ્ધ બને એવા હેતુ સાથે તાલુકાની દરેક પ્રાથમિક શાળામાં લેખક હરેશ ધોળકિયાનું અંગદ નો પગ પુસ્તક આપવામાં આવેલ.આ જન્મદિવસ નિમિત્તે પણ રાણપુર તાલુકાની તમામ પ્રાથમિક શાળાના પુસ્તકાલયને લેખક અમૃત મોદીનું મહર્ષિ વિનોબા પુસ્તક આપી જન્મદિવસની અનોખી અને અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર