એબીવીપી અને બજરંગદાસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેડીકલ કેમ્પ

103

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર અને બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારમાં લાલકૃષ્ણ અડવાણી શાળા નંબર ૧૩ ખાતે માં નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નીલેશભાઈ રાવલ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ૯૨ જેટલા દર્દીનુ નિદાન કરી અને દવા આપવામાં આવી હતી