સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમનાજીદાદાને આજે પાઘડીઓનો ભવ્ય શણગાર કરાયો

88

બોટાદ જીલ્લામાં સાળંગપુર ગામે આવેલ વિશ્વપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે તા-૬-૩-૨૦૨૧ ને શનિવારના રોજ હનુમાનજીદાદા ને પાઘડીઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી તથા શણગાર આરતી સવારે ૭ કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)દ્રારા કરવામાં આવી હતી.આજે શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને વિવિધ ૫૧ પ્રકારની પાઘડીઓનો ધરાવવામાં આવી હતી જેમાં જામશાહી પાઘડી,ઝાલાવાડ પાઘડી, કાઠીયાવાડ પાઘડી સહીત વિવિધ ૫૧ પ્રકારની પાઘડીઓ તથા સાફો વિગેરે નો હનુમાનજીદાદાને વિશેષ શણગાર કરાયો હતો.આ પ્રસંગે મંદીરના પરિસરમાં આવેલ યજ્ઞશાળા માં મારૂતિયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.
આજે હનુમાનજીદાદા ને પાઘડીઓના વિશેષ શણગારના દર્શન હજારો હરિભક્તોએ કર્યા હતા.અને ધન્યતા અનુભવી હતી.