ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

402

ભાવનગર, તા.૮
તા.૭-૩-૨૧, રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠ,સાગવાડી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા.નાની બાળાઓનુ પુજન કરી માતૃશક્તિ વંદના કરવામાં આવી.સન્માનિત મહિલાઓએ મહિલા સશક્તિકરણ માટે પોતે કરેલ કાર્ય થકી સુંદર વાતો રજૂ કરી.
આ કાર્યક્રમમાં મીતાબેન દુધરેજીયા-નાયબ ડ્ઢઁર્ઈં, પ્રજ્ઞાબેન ગાંધી-વંચિતોના વાણોતર નામના ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને મફત ભણાવવા માટેનું ખુબ ઉત્તમ કાર્ય કરે છે., વર્ષાબેન જાની-ગુજરાતી ભાષા અને તેમાં વ્યાકરણના તજજ્ઞ અને લેખિકા તેમજ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને તેવી પુસ્તિકાનું મફતમાં વિતરણ કરે છે.,ડૉ.દેવાંશીબેન વડોદરિયા-સર.ટી.હોસ્પિટલમા કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવે છે ., મીનાબેન ચૌહાણ-ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.મીનાબેન ધામેચા-આઝાદનગરની ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું કામ કરતાં.મિત્તલબેન રાઠોડ કે જેઓ જ્ઞાનગુરૂ વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટર છે.આ સૌ મહિલાઓનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રેણુકાબેન પ્રજાપતિ અને વૈશાલીબેન ઓઝા, માધ્યમિક મહિલા સંયોજક ચંદ્રિકાબેન ચૌહાણ તથા જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવાર અને શિક્ષિકાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી,ભાવનગર જિલ્લાના અધ્યક્ષ વિજયભાઈ આહીર,મહામંત્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, માધ્યમિક સંવર્ગના મંત્રી તરૂણભાઈ વ્યાસ,શહેરના પ્રચાર મંત્રી ભરતભાઈ ભટ્ટ, ઉમરાળા તાલુકાના અધ્યક્ષ વિજયભાઈ સિધ્ધપુરા એ પ્રોત્સાહિત હાજરી આપી હતી.

Previous articleલેબઆસિસ્ટન્ટ તથા લેબ ટેક્નિશીયન અન્યાય થતા ભાવનગર મેડીકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવ્યું
Next articleરાજ્યકક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર ગ્રામ્યની ટીમ ચેમ્પીયન