યામ વેલ્ફર સોસાયટી દ્વારા હઝરત ઈમામ હુસૈનની જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ

524

યામ વેલ્ફર સોસાયટી ભાવનગર દ્વારા તા. ૧૪ના રવિવારે કરબલા ના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન (અ. સ) ની જન્મ જયંતિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પ માં ભાવનગર બ્લડ બેંક દ્વારા બ્લડ સ્વિકારવા માં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનવા માટે ખોજા શિયા ઇસ્ના અસરી જમાત ના પ્રમુખ હાજી સલીમભાઈ વરતેજી, ઉપ પ્રમુખ જ. મોહમ્મદ ભાઈ સવજાણી સેક્રેટરી હાજી મુન્નાભાઈ વરતેજી તથા અગ્રેસર બોર્ડ ના સભ્યો તથા ઝયનાબિયા હોલ ના ટ્રસ્ટી હાજી રિયાઝભાઈ મસાણી તથા અગ્રણી ઉદ્યોગપતિ હાજી શબ્બીરભાઈ અસારીયા તથા હાજી સજ્જાદ ભાઈ વરતેજી તથા હુસૈની ગ્રુપ ના સભ્યો એ જહેમત ઉઠાવેલ.