ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાથી લોકો પરેશાન

295

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં નવા બનાવેલા રોડમાં કચરાના ઢગલા અને વારંવાર ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યાં આજુ બાજુમાં આવેલા દુકાનદારો દ્વારા મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગને અનેક વાર જાણ કરાતા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરીને બેઠા છે.ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટર ઉભરવા થી ત્યાંના લોકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, કોઈપણ જાતનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં ના આવતા આજે લોક મુખે ચર્ચામાં જોવા મળ્યું હતું કે આ ઉભરાયેલી ગટર પાસેથી અને કચરાના ઢગલાઓ પણ જોવા મળી રહ્યાં છે અને ત્યાંના રહીશો ને દુર્ગંધયુક્ત પાણીની વાસ ખુબજ આવે છે છેલ્લા ત્રણ-ચાર દિવસ થી આ ગટર ઉભરાઈ રહી છે તો વહેલી તકે તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.