મહિલા સામખ્ય વિભાગ દ્વારા કિશોરી તાલીમ વર્કશોપ યોજાયો

527

મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ભાવનગર જીલ્લામાં મહિલા સામખ્ય સોસાયટી દ્વારા મહિલા દિવસની ઉજવણી અંતર્ગત તા .૧૭ / ૩ / ૨૦૦૧ ના રોજ બહુમાળી ભવન ખાતે એક દિવસીય કિશોરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં ૭૦ કિશોરીઓને મદદનીશ નિયામક રોજગારની કચેરી ભાવનગરમાં રોજગારકાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા. મદદનીશ નિયામક રોજગારની કચેરી ભાવનગરના આસીસ્ટન્ટ ડાયરેક્ટર સંજયભાઈ ગોહિલ સાથે સંકલન કરેલ. આ વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એવા લેખક ડો.મહેશભાઈ દાફડા દ્વારા વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ મદદનીશ નિયામક રોજગારલક્ષીના બ્રિજરાજસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપેલ . જેમાં ભાવનગર ગ્રામ્યના કુલ ૪ ગામની કુલ ૭૪ બહેનો સહભાગી થયેલ. આ વર્કશોપમાં અન્ય ૫ મહેમાનો ઉપસ્થિત રહેલ.
આ સમગ્ર તાલીમનું આયોજન ભાવનગર જીલ્લાના ઇન્ચાર્જ ડી.પી.સી.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ તાલીમ માટે જે.આર.પી નયનાબેન મેર એ જહેમત ઉઠાવેલ.

Previous articleનિખતે વર્લ્ડ ચેમ્પિયન એક્ટરિનાને હરાવી સનસનાટી મચાવી
Next articleશિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ યોજાઇ