બગીચાઓ બાદ સ્વીમીંગ પૂલ બંધ અને રવિવારી બજાર ભરચક!

303

ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો થતાં સરકારી આદેશ મુજબ રાજ્યભરની સાથો સાથ ભાવનગર શહેરમાં પણ બાગ બગીચાઓ બંધ કરાયા બાદ આજથી સ્વિમીંગ પુલ પણ બંધ કરાયા છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શહેરની શાળા કોલજો પણ બંધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અટાકવવા તંત્ર દ્વારા ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ શહેરમાં ગઇકાલે ભરાયેલી રવિવારી બજાર ભરચક જોવા મળી હતી અને લોકોને કોરોનાનો કોઇ ડર ન હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે તંત્ર દ્વારા બાગ બગીચા, શાળા કોલેજો, અને સ્વિમીંગ પૂલની સાથો સાથ બજારમાં થતી ભીડ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી બન્યું છે અને લોકોએ પણ સવાચેત રહેવું અને પોતાનું રક્ષણ પોતે જ કરે તે જરૂરી બનવા પામેલ છે.