જાપાનની નોઝોમી ઓકુહારાએ ઓલ ઇંગ્લેન્ડ વુમન બેડમિંટનનો ખિતાબ મેળવ્યો

433

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૨
જાપાનની બીજી ક્રમાંકિત નોઝોમી ઓકુહારાએ મહિલા સિંગલ્સનો તાજ ફરી મેળવ્યો હતો. નોઝોમી ઓકુહારાએ આ પહેલા ૨૦૧૬માં યોજાયેલી સ્પર્ધામાં થાઇ ચેલેન્જર પોર્નપાવી ચોચુવોંગને ૪૪ મિનિટમાં ૨૧-૨, ૨૧-૧૬થી હરાવીને ખિતાબ મેળવ્યો હતો. સ્પર્ધાની શરૂઆતની ક્ષણોથી સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે, છઠ્ઠી ક્રમાંકિત થાઇ જાપાનીઓને નુકસાન પહોંચાડશે તેવું લાગી રહ્યું હતું. ફાઇનલ મેચમાં જાપાની ખેલાડીએ પોર્નપાવી પર દબાવ બનાવી રાખી તેમને કઇ તક આપી ન હતી. ઓકુહારાએ પોતાની જીતની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફરી વિજેતા થવાથી ઘણી ખુશી થઇ છે. હું આ મેચને એજ રીતે રમવા માંગતી હતી જે મુકાબલા મે પહેલા રમ્યા હતા. મે મારા શોટ્‌સ પર ઘણી મહેનત કરી હતી. આ પોર્નપાવીનો ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં પહેલી ફાઇનલ હતી. એ કારણથી તેમણે થોડો દબાવ અનુભવ કર્યો હશે.
ઓકુહારાએ કહ્યું, મે પાંચ વર્ષ પહેલા બર્મીન્ઘમમા ફાઇનલમાં જીત મેળવી હતી અને હું જરાય દબાવમાં હતી નહિ. ઓકુહારા પ્રમાણે હું દુનિયાની ઉચ્ચ પાંચ મહિલા બેડમિંન્ટન ખેલાડીઓમાં સામેલ છું જેનાથી વસ્તુઓમાં બદલાવ આવ્યો છે. આ બધુ મળીને મારી રમત આખી સ્પર્ધા દરમિયાન જોરદાર રહી અને હું તેનાથી ઘણી ખુશ છું.

Previous articleપ્રિયંકા તેમજ જોનાસએ એક થ્રોબેકની તસવીર શેર કરી
Next articleરસીના ડોઝ વચ્ચે ૬થી ૮ સપ્તાહનું અંતર રાખવાનો રાજ્યોને નિર્દેશ