ભારતના પૂર્વ ક્રિકેટર જ્વાગલ શ્રીનાથએ ’કૂ’ એપમાં કર્યુ રોકાણ

757

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૩
ભારતના પૂર્વ બોલર જ્વાગલ શ્રીનાથએ ભારતની ઘરેલુ સોશિયલ મીડિયા કંપની ’કૂ’ માં પૈસા લગાવ્યા છે. એક સમયે ટીમ ઇન્ડીયાના મહત્વના બોલર રહેલા શ્રીનાથએ ’કૂ’ની માલિકી કંપની બોમ્બિનેટ ટેકનોલોજીમાં રોકાણ કર્યુ હતુ, તેમણે કહ્યુ, ’કૂ’ને સપોર્ટ કરતા તેમને ખૂબ ખૂશી છે. તે એક વર્ષ થી તેની સાથે છે. પાછળના વર્ષે ’કૂ’ કન્નડ ભાષામાં લોન્ચ થઇ હતી, ત્યાર થી તે તેની સાથે છે. તેમણે કહ્યુ, ભારત ખૂબ વૈવિધ્ય દેશ છે, તેમાં હજારો બોલી અને ભાષાઓ છે. આવમાં અલગ અલગ અવાજ ને એક જ પ્લેટફોર્મ આપવુ જરુરી છે. ’કૂ’ ભારતીય ભાષાઓ ના લોકોને એક પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ છે. આ એક કમાલની વાત છે. જે પણ ચીઝ ભારતને સફળ બનાવે છે, હું તેનો જબરદસ્ત સમર્થક છુ. આવામાં હું હ્‌દયપૂર્વક તેમનુ સમર્થન કરુ છું.
જ્વાગલ શ્રીનાથ વર્ષ ૨૦૦૩માં ક્રિકેટ થી નિવૃત્ત થઇ ગયા હતા. તે હાલમાં મેચ રેફરી છે. તેમની ગણના ભારતના સૌથી ઝડપી બોલરોમાં કરવામાં આવે છે. મૈસૂર એક્સપ્રેસ થી જાણીતા શ્રીનાથ એ પાછળ ના વર્ષે કન્નડ ભાષા સાથે ના ’કૂ’ પ્લેટફોર્મ થી જોડાયા હતા.
હાલમાં ’કૂ’ પર એક લાખ થી પણ વધારે તેમના ફોલોઅર છે. જ્યારે ટ્‌વીટર પર તેમને માત્ર ૧૧,૨૫૦ જ ફોલોઅર છે. તે મોટેભાગે ઓડિયા દ્રારા જ મેસેજ પોષ્ટ કરતા રહે છે. દરમ્યાન કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણાએ કહ્યુ, જ્વાગલ શ્રીનાથ એ ગ્લોબલ સ્ટેજ પર ભારત ને ગૌરવવંત કર્યુ છે. આવામાં તેમના દ્રારા ’કૂ’ને સપોર્ટ કરવુ એ કંપની માટે ખૂબ સારી વાત છે.