હેતસ્વીએ ફેડરેશન યોગ સ્પર્ધામાં મેળવ્યો બીજો નંબર, ૧૯થી ૨૭ વર્ષના ગ્રુપમાં મેળવી સિદ્ધિ

556

ફર્સ્ટ ગવર્નમેન્ટ નેશનલ યોગ સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં હેતસ્વી સોમાણી એ ખૂબ મહેનત અને લગનથી બીજા ક્રમાંકે સફળતા મેળવી છે, હેતસ્વીએ જણાવ્યું હતુ કે આ સ્પર્ધામાં આસનનો કોર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ જેટલો ખૂબ જ અઘરો હતો એટલે તેઓએ સતત ૨ દિવસ તો રાત – દિવસ ભૂલી સતત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. તેમની મહેનત,લગન, જીતનું ઝનૂન રંગ લાવ્યું અને એઇજ ગ્રુપ – ૧૯ થી ૨૭માં દ્વિતિય ક્રમાંક સાથે સફળતા પ્રાપ્ત મેળવી.તેઓ કહે છે કે પ્રથમ ક્રમાંક મેળવેલ પૂજા પટેલ પણ ખૂબ મહેનતુ છોકરી છે. આ બંને ગુજરાતની દીકરીઓ ૨૪ માર્ચ તારીખથી નેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરવા રમવા માટે જઇ રહ્યા છે. હેતસ્વીએ જણાવ્યું કે પહેલો રાઉન્ડ ગોવામાં હતો પહેલા રાઉન્ડમાં સફળતા મેળવી બીજો રાઉન્ડ અમદાવાદ હતો અને તેનો સમય ૪ વાગ્યે શરૂ થવાનો હતો અને તેઓ અમદાવાદ એરપોર્ટ ૫ઃ૩૦ કલાકે પહોંચ્યા અને એરપોર્ટથી તેમબના સંબંધીનું ઘર ૧ કલાક ની દુર હતું તો તેઓ ૬ વાગ્યે ઘર પર પહોંચ્યા અને મોડું થયું પણ રમવા પ્રત્યેની મારી લગન નિહાળીને મારો રાઉન્ડ ૧ કલાક મોડો કરી આપ્યો.ત્યારબાદ તેઓ ક્વાટર ફાઈનલ રાઉન્ડ સીધા ટ્રાવેલિંગ કરીને રમ્યા હતા તેમ છતાં પણ તેઓ ફરી એક વાર લાસ્ટ અને ફાઈનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા હતા.

Previous articleપહેલી વન-ડેમાં રોહિતને કોણીમાં અને ઐયરને ડાબા ખભામાં થઇ ઇજા
Next articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૨૭૫ લોકોના મોત