શહેરના કેટલાંક વિસ્તારોમાં નડતરરૂપ વીજ પોલના કારણે રોડના કામો થતા નથી

566

ભાવનગર મહાનગર પાલિકાના રોડ વિભાગ દ્વારા અવાર-નવાર પીજીવીસીએલ તંત્રમાં રોડના કામોમાં અડચણરૂપ થતા અને રસ્તાની વચ્ચે રહેલા વીજપોલ દુર કરવા માંગ કરવા છતા નડતરરૂપ વીજપોલ દુર થતા નથી. ર૦થી વધુ વિસ્તારોમાં રસ્તાની વચ્ચે વીજપોલ હોવાનુ જાણવા મળી રહ્યું છે. નડતરૂ વીજ પોલ હટાવવા વીજ તંત્રને લેખીતમાં અને સંકલનની બેઠકમાં પણ વારંવાર જાણ કરવા છતા થાંભલા હટાવાતા નથી. જેમાં ખાસ કરીને શહેરના ટોપ થ્રી સર્કલ થી તરસમીયા જતા રોડ પર બે કરોડની ધારાસભ્ય ગ્રાન્ટ તો ફાળવાઈ અને રોડના કામ પણ શરૂ થયા બાદ હાલમાં કોર્પોરેશન મોઢુ વકાસી બેસી રહ્યા છે. ફોર લેનન? રોડમાં બન્ને તરફ ૩૦ જેટલા વિજ પોલને કારણે રોડ કામ ખોરંભે ચડી ગયું છે. ટોપ થ્રી સર્કલ થી તરસમીયા વાળા રોડ પર ધારાસભ્ય ગ્રાન્ટમાંથી બે કરોડ અને સ્વર્ણિમ જયંતીમાંથી દોઢ કરોડની ગ્રાન્ટમાંથી ૧૪૦૦ મીટર રોડનું કામ શરૂ પણ કર્યું પરંતુ આ રોડ પર બંને તરફ ૩૦ જેટલા વીજ થાંભલા હોવાથી તંત્રને પણ ભારે મુશ્કેલી પડી છે. વીજ થાંભલાને કારણે રોડનું કામ ન કરે તો પણ વાંધો અને થાંભલા સહિત કામ કરે તો પણ મુશ્કેલી થઈ પડી છે. છતાં ૯૦૦ મીટર નું તો કામ કરી પણ નાખ્યું છે. ત્યારબાદ સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થતા હવે તેના કામની મુદત વધારાનું શરૂ થશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.