ભાવનગર શહેરમાં RTPCR ટેસ્ટ માટે ૧૩ સ્થળો પર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા

899

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે શહેરી વિસ્તારમાં લોકો આસાનીથી RTPCR ટેસ્ટ કરાવી શકે તે માટે સુવિધામાં વધારો કરાયો છે. ભાવનગર માં છેલ્લા ૫ દિવસમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે જેમાં શહેર ૨૩૮ પોઝીટીવ કેસો નોંધ્યા જ્યારે ગ્રામ્યમાં ૮૦ પોઝીટીવ કેસો કુલ જોઈતો ૫ દિવસમાં ૩૧૮ પોઝીટીવ કેસો આવ્યા છે, અને ત્રણ ના મોત થવા પામ્યા છે,આ પરિસ્થિતિમાં લોકો કોઈપણ જાતના ડર વિના સ્વૈચ્છિક રીતે વિનામૂલ્યે નિદાન કરાવી શકે તે માટે સ્વેચ્છિક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, લોકો સ્વૈચ્છિક રીતે સદર સેન્ટરો ખાતે આવી કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ કરાવી શકે છે. વ્યક્તિ જો કોરોના વાયરસથી સંક્રમિત હોય તો હોમ આઇસોલેશનમા રહીને તેના નજીકના કુટુંબના, અન્ય સહકર્મી લોકોને સંક્રમિત થતા અટકી શકાય છે અને આની ચેઇન તોડી શકાય છે.ભાવનગર શહેરમાં વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આખલોલ જકાતનાકા, ન્યુ કુંભારવાડા, કુંભારવાડા, બોરતળાવ, કરચલીયાપરા, ભીલવાડા, વોશિંગઘાટ, આનંદનગર, શિવાજી સર્કલ(તરસમીયા), સુભાષનગર, વડવા-અ, કાળીયાબીડ અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આર.ટી.પી.સી.આર.ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ શહેરમાં કુલ ૧૩ સ્થળોએ સ્વૈચ્છિક કોરોના ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, તો ભાવનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગે જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કર્યો છે.

Previous articleસમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાની કામગીરી શરૂ
Next articleશહેરના જુદા જુદા વિસ્તારોમાં બે દિવસનો વિજકાપ : લોકો ત્રાહીમામ