ઘોઘાથી મુંબઇ જળમાર્ગે કાર લઈને જઈ શકાશે

310

ભાવનગર, અમરેલી જિલ્લાના યાત્રિકો માટે સડક માર્ગને બદલે જળમાર્ગનો વિકલ્પ ખુલ્યો છે, જેના વડે તેઓ ઘોઘાથી મુંબઇની જળમુસાફરી કરી શકશે અને તેમાં મુસાફરો ઉપરાંત કાર, બસ, ટ્રક જેવા વાહનો પણ જઇ શકે તેવી જહાજની રચના હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર હવે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત સાથે ટુંકા માર્ગથી જોડાઇ જશે.પ્રથમ તબક્કામાં ઘોઘા-દહેજ ફેરી સર્વિસમાં કરોડોના આંધણ અને નિયમીત સેવામાં સતત વિક્ષેપ બાદ સરકારે જાતે રસ લઈ શરતોમાં નમતુ જોખી કંપની સાથે કરાર કયર્‌િ બાદ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી સફળતા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી શ કરવાની તૈયારી હાથ ધરાઈ છે.મુંબઇના જવાહરલાલ નહે પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) દ્વારા ઘોઘા-મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી શ કરવા માટે ફેરી ઓપરેટરના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ઘોઘા અને જેએનપીટી ખાતે રો-પેક્સ જહાજના બર્થિંગ-અનબર્થિંગ, જેટી, ટર્મિનલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર હવે આ ટ પર જળપરિવહન શ કરવાની રાહ હતી. ઘોઘાથી મુંબઇ વચ્ચેનું સડક માર્ગનું અંતર ૬૨૦ કિ.મી. છે અને આ અંતર કાપવા માટે મુસાફરોને ૧૨થી ૧૩ કલાકનો સમય લાગે છે જ્યારે જળમાર્ગે આ બંને પોર્ટ વચ્ચેનું અંતર ૨૪૩ નોટિકલ માઇલ છે અને જહાંજને ૧૦ નોટિકલ માઇલની સ્પીડથી ચાલે તો ૧૦ કલાક લાગે તેમ છે.