ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પૂના, દિલ્હી માટેની હવાઇ સેવા શરૂ થશે

464

ભાવનગરથી મુંબઈની ચાલતી વિમાની સેવા ક્યારે ચાલુ અને ક્યારે બંધ તે નક્કી નથી હોતું. આ જ રીતે સુરતની વિમાની સેવાનું પણ નક્કી નથી હોતું. દરમિયાનમાં ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પુના અને દિલ્હી માટેની હવાઇ સેવા આગામી મહિનાથી શ થવા જઇ રહી છે. હાલ ભાવનગરથી મુંબઇ વચ્ચે દૈનિક એક ફ્લાઇટ અને ભાવનગરથી સુરત વચ્ચે અઠવાડીયામાં ૪ દિવસ ફ્લાઇટ ચાલે છે. તમામ ૪ ટ માટે સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા ૭૮ બેઠકની ક્ષમતા વાળા બોમ્બાર્ડિયર પ્લેન ફાળવવામાં આવ્યા છે.
સત્તાવાર સમય પત્રક હજુ જાહેર થયુ નથી પરંતુ પ્રસ્તાવિત સમય પત્રક અનુસાર મુંબઇથી સવારે ૬.૩૦ કલાકે ફ્લાઇટ ઉપડી અને ભાવનગર ખાતે ૭.૩૦એ આવી પહોંચશે. ત્યારબાદ આ પ્લેન ભાવનગરથી હૈદરાબાદ જશે અને હૈદરાબાદથી ભાવનગર આવશે. બપોરે ૩ કલાકે ભાવનગરથી મુંબઇ જવા માટે ઉપડશે. ભાવનગરથી પૂના માટેની ફ્લાઇટ બપોરે ૧ કલાકે ઉપડશે. જ્યારે દિલ્હીથી સવારે ૬ કલાકે પ્લેન ઉપડી અને ભાવનગર ખાતે ૭.૩૦ કલાકે આવી પહોંચશે, અને ભાવનગરથી ૮ વાગે ઉપડી અને દિલ્હીમાં ૧૦ કલાકે પહોંચી જશે.
ભાવનગર-પૂનાની ફ્લાઇટને ઉડાન તળે રાખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે અને તેનો શઆતનો ટિકિટનો દર ૨૫૦૦ રહેશે, અને બાદમાં વધુ થતો જાય છે. જ્યારે દિલ્હી માટેની ફ્લાઇટનો શઆતનો ટિકિટ દર રૂ.૪૫૦૦થી છે જે ટિકિટની ઉપલબ્ધતા પ્રમાણે વધતો જશે.