ભાવનગરના રાજવી પરિવારના સભ્યોએ આજે નિલમબાગ પેલેસમાં કોરોના પ્રતિરોધક રસી લીધી

1128

ભાવનગર મહારાજ વિજયરાજસિંહજી અને મહારાણી સાહેબા સનયુક્તાદેવીએ આજરોજ તેમના નિલમબાગ પેલેસ ખાતે વેકસીન લીધી હતી. નિલમબાગ પેલેસ ખાતે રાજવી પરિવારના સભ્યોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ ની ટીમ ખાસ કેસમાં આવી પહોંચી હતી અને રાજવી પરિવાર તેમજ તેમના સ્ટાફે પણ વેક્સિન લીધી હતી. મહારાજા વિજયરાજસિંહજીએ લોકો પોતાની તંદુરસ્તી જાળવવા અને કોરોના સામે જીતવા સૌ લોકો ને રસી લેવા માટે કરી અપીલ અને દેશહિત માટે જે આ કાર્ય થઈ રહ્યું છે તેમાં સૌને સહભાગી થવા પણ અપીલ કરી હતી.ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહ જણાવ્યું હતું કે ભાવનગરવાસીઓએને એટલું જ કહેવા માંગું છું કે સરકાર દ્વારા આ રસી ઉપલબ્ધ કરી છે તો તેનો બહોળા પ્રમાણમાં લાભ લે અને ખાસ તો ૪૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ રસી લેવી જ જોઈએ, પોતાની સુરક્ષા માટે અને પરિવારને રક્ષા માટે રસી લેવી જોઈએ, રસી લીધા પછી પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય રાખે તો કોરોનાની મહામારીથી જલ્દી આપણે છુટકારો મેળવી શકશું.