રંઘોળા પીએચસીની મુલાકાત લેતા કલેક્ટર અને ડીડીઓ

729

ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનાવાલા દ્વારા ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે કોરોના પોઝીટીવ ના વધતા કેસ તથા ઉમરાળા તાલુકામાં કોરોના વેક્સિન રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું થતુ હોય ,૪૫ વર્ષ ઉપરના બાકી લોકો સત્વરે કોરોના વેક્સિન રસીકરણ કરાવે તે માટે ખાસ રંઘોળા ગ્રામજનો અને આગેવાનો આરોગ્ય તંત્ર સાથે સંકલન કરી વધારે વધારે વેક્સિન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી.
આ કામગીરીમાં આપ રાજકીય પદાધિકારીઓ ધાર્મિક/ સેવાકીય વ્યક્તિઓને પણ ખાસ વિનંતી છે હાલ કોરોના પોઝીટીવ કેસોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય માસ્ક પહેરી બહાર નીકળવાનું રાખો જરૂરી હોય તો જ બહાર નીકળો તેમજ રસીકરણ કેમ્પમાં બાકી રહેતા લોકો રસી લે તે માટે સમજૂત કરવા આપ સૌને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ હૃદય પૂર્વક વિનંતી કરી હતી આપના સાથ સહકારની અપેક્ષા આ તકે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર, ઉમરાળા મામલતદાર એમ.વી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી, જી.જી. ગોહિલ, આરોગ્ય અધિકારી ડો.સિંઘ, તાલુકા પંચાયત ચેરમેન સુરેશભાઈ કુવાડિયા, જિલ્લા પંચાયત સભ્ય પતી છગનભાઈ ભોજ, રંઘોળા ગામના સરપંચ પતી શશીકાંતભાઈ ભોજ સહિત આગેવાનો સાથે ચર્ચા કરાઇ હતી તમામ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે વેપારીઓ સવ્યંભૂ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી તંત્રને સહયોગ આપે.

Previous articleસર.ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મૃત્યુ બાદ પરિવારજનોએ ઉશ્કેરાઇ જઇ હંગામો મચાવ્યો
Next articleવસ્તુઓની સરખામણી થાય કલાકારની નહીં : પ્રતિક ગાંધી