રૂપાવટી ગામે કૌટુંબિક ભાઇઓની લડાઈ ઝઘડામાં એકની હત્યા

652

ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે છોકરાવના લડાઇ ઝઘડા બાબતે ઠપકો આપવાની ન જેવી બાબતે કૌટુંબિક ભાઇઓ વચ્ચે લડાઇ ઝઘડો થતાં એક ભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રૂપાવટી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો જેમાં રમેશભાઈ ગીગાભાઈ ઉનાવા(ઉ.વ. ૪૦)નું મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઈ ગોરધનભાઈ ઉનાવા, કૌશિકભાઈ રમેશભાઈ ઉનાવા, કનુભાઈ ગોરધનભાઈ ઉનાવાને વધુ સારવારઅર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ પરિવારના છોકરાઓ વચ્ચેની સામાન્ય રકઝકમાં ઠપકો આપવા જતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.