સેન્ટ્રલ સોલ્ટ દ્રારા ભાવનગરની જનતાના COVID – 19ના વિષય ઉપર જનજાગૃતિ માટે વેબીનાર યોજાયેલ

791

CSIR- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, ભાવનગર દ્વારા ૨૨ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ બપોરે ૪ઃ૩૦ વાગે ઓનલાઈન માધ્યમથી ભાવનગર તથા સમગ્ર ગુજરાતની જનતાની જન જાગૃતિ માટે COVID – 19 ને યોગ્ય વર્તન, નિવારણ પગલાં અને રસીકરણના મહત્વ“ ઉપર ગુજરાતીમા વેબીનાર યોજાયેલ. આ કાર્યક્રમમાં ભાવનગરની તથા ગુજરાતની જાહેર જનતા ઓનલાઇન માધ્યમથી વેબીનારમાં ફેસબૂક તથા યુટ્યુબ ના માધ્યમથી જોડાયેલ. આ વેબીનારમાં COVID – 19 ના ઇન્ફેકશનથી બચવા, (ઇમ્યુનીટી કેવી રીતે વધારવી, વેકસીનેશન નું મહત્વ તથા કોરોનાથી બચવાના બીજા ઉપાયો અને હોમીયોપેથીનું મહત્વ વિષય બે ખ્યાતનામ ડોક્ટરો દ્વારા ચર્ચા અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં લોકોએ ભાગ લીધો હતો.
સંસ્થાના ડાયરેક્ટર, ડૉ. કન્નન શ્રીનિવાસને જાહેર જનતા ને આ વેબીનારમાં જોડાવવા અને તેનો પૂરતો લાભ લેવા જણાવ્યું હતું. આ વેબીનારમાં આંખના સર્જન તથા અક્ષરદીપ આઇ હોસ્પિટલ ચલાવતા વિખ્યાત ડો. જગદીપ એમ. કાકડીયાએ COVID ના નિવારણના પગલાં માટે UV લાઈટ, મીથીલીન બલ્યુ, H2O2,, ઓઝોન, કલોર હેકિસડાઇન તથા થાઈમોકિવનોન નો ઉપયોગ તથાCOVIDને યોગ્ય વર્તન, તથા રસીકરણના મહત્વ તથા રિસર્ચ ઉપર વક્તવ્ય તથા માહિતી આપી હતી. આ ઉપરાંત, ભાવનગરના જાણીતા અને પ્રયાસ હોમીયોપેથી તથા કેન્સર રીસર્ચ ફાઉન્ડેશન ના મહિલા હોમીયોપેથીક ડોક્ટર, ડો.શ્રુતિબેન શાહે COVID – 19 ના ચેપ થી બચવા ઈમ્યુનીટી કેવી રીતે વધારવી, માનસિક શાંતિ અને યોગ ના મહત્વ પર તથા હોમીયોપેથી ની દવાઓ કે જે COVID – 19 માં મદદરૂપ થઇ શકે તેના પર વક્તવ્ય આપ્યું હતું.
સેન્ટ્રલ સોલ્ટનાં પ્રિન્સીપલ સાયન્ટિસ્ટ્‌, ડો. હિરેન રાવલ તથા સીનીયર સાયન્ટિસ્ટ્‌, ડો. ભૂમિ અંધારિયા દ્વારા વેબીનારનું સંચાલન કરવામા આવ્યું હતું. આ વેબીનાર માટે સીનીઅર મોસ્ટ સાયન્ટિસ્ટ ડો. બીસ્વજીત ગાંગુલી તથા સંસ્થાના સિનીયર પ્રિન્સીપાલ સાયન્ટિસ્ટ્‌, ડો.અંકુર ગોયલે ગુજરાત તથા ભાવનગરની જનતાને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ વિષય ઉપરનો વેબીનાર ઓંનલાઇન માધ્યમથી જોડાવાનો અનુરોધ કર્યો હતો.

Previous articleકોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રેડક્રોસમાં હેલ્થકેર વોલેયન્ટીયરમાં જોડાવા અપીલ
Next articleસર ટી હોસ્પિટલમાં વેન્ટીલેટરવાળા બેડ ફુલ ૭૫ પૈકી એકપણ વેન્ટિલેટર હાલ ખાલી નથી