મહુવા માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખ ગુણી ડુંગળીની આવક, હરરાજી વગર ભાવ કરી વેચાણ શરૂ

1024

કોરોના મહામારીમાં સમગ્ર રાજ્યના માર્કેટ યાર્ડ બંધ છે ત્યારે કોરોના ની ગાઈડલાઈન મુજબ ચુસ્ત પાલન સાથે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી અને શાકભાજી નું કામકાજ ચાલુ છે હાલમાં તેની એક લાખથી વધુ થેલી કાંદાનું વેચાણ થાય છે.કોરોના મહામારીની બીજી લહેરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે તેમાં સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડ બંધ છે ત્યારે મહુવા માર્કેટયાર્ડ ખાતે ડુંગળી ની આવક શરૂ છે, ત્યારે ડુંગળી જો થોડા વધારે દિવસો સુધી રાખવામાં આવે તો બગડી જાય છે એટલે સરકાર દ્વારા તેને છૂટ આપવામાં આવી છે.હાલ ભાવનગર જિલ્લામાં ડુંગળી ની આવક પૂરબહારમાં સિઝન શરૂ થઈ છે,મહુવા માર્કેટયાર્ડ દ્વારા ડુંગળી વેચાણ થી ખેડૂતોના માલનો નિકાલ સમયસર થઈ જાય છે, મહુવા માર્કેટયાર્ડમાં ફક્ત ડુંગળીનું કામકાજ હરરાજી વગર ભાવ કરી વેચાણ કરવાનું ચાલુ છે.મહુવા માર્કેટયાર્ડ માં દૈનિક ૫૦ હજાર થી ૧ લાખ થેલી ની આવક થાય છે જેના ભાવ હાલ ખેડૂતોને પ્રતિ મણ રૂ.૧૫૦ થી ૨૧૮ સુધીનો મળી રહ્યો છે, જ્યારે લાલ ડુંગળી ની આજરોજ ૨૭,૨૧૭ થેલી આવક થઈ જેનો ભાવ પ્રતિ મણે નીચો ભાવ ૧૦૮ રૂપિયા અને ઉચો ભાવ ૨૧૮ રૂપિયા ખેડૂતો ને મળ્યો હતો, જયારે સફેદ ડુંગળી ની આવક ખુબજ મોટા પ્રમાણમાં આવી રહી છે તેની આજન ની આક ૧,૦૧,૨૬૫ થેલી આવક થઈ હતી, જેનો ભાવ પ્રતિ મણે નીચો ભાવ ૧૫૦ રૂપિયા અને ઉચો ભાવ ૧૯૫ રૂપિયા ખેડૂતો ને મળ્યો હતો.આમ મહુવા માર્કેટયાર્ડમાં ૧ લાખ થી ૧.૨૫ લાખ સુધી ડુંગળીની આવક થાય છે તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા માર્કેટયાર્ડના સક્રેટરી વી.પી.પાંચાણી એ જણાવ્યું હતું.

Previous articleનારી ચોકડી પાસે ગોઠવવામા આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Next articleભાવનગરમાં એપ્રિલમાં સેંકડો લોકો માટે ’દેવદૂત’ સાબિત થઈ ૧૦૮ની સેવા