સમાજમાં રસીકરણ જાગૃતિ અભિયાન ચલાવવા આમ આદમી પાર્ટીની માંગ

680

કોરોનાથી બચવાના એકમાત્ર ઉપાય રસીકરણ હોવા છતાંય પણ રસીકરણ બાબતે પણ સરકાર ખુબ ઉદાસીન અને બેદરકારી રહી છે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તે માટે ગુજરાતના તમામ નાગરિકોનું સંપૂર્ણ રસીકરણ જરૂરી છે. આમ આદમી પાર્ટીએ માંગ કરેલ કે જલ્દીથી ગુજરાતમાં રસીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને હાલની રસીકરણ પ્રક્રિયા ખુબ જ જટીલ અને અઘરી છે. સામાન્ય લોકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવું કે એપોઇમેન્ટ લેવી ખુબ જ અઘરી છે. આ સમયે રસીકરણ પ્રક્રિયાને વધુ આયોજનબધ્ધ અને સરળ બનાવવી જોઇએ. જેવી રીતે આયોજનના અભાવે કોરોનાના દર્દીઓને બચાવવામાં સરકાર નિષ્ફળ રહી તેવી જ રીતે રસીકરણ બાબતે નિષ્ફળ ન જાય તે માટે પુરતું આયોજન કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.
જો આ અભિયાનને ઠેસ ન પહોંચતી હોય તો આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રસીકરણ અભિયાનમાં સરકારને મદદ કરવા માટે તૈયાર અને ઉત્સાહી છે. ગુજરાતને સંપૂર્ણ કોરોનામુક્ત કરવું એ એકમાત્ર લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી આજથી સમગ્ર ગુજરાતમાં રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી રહી છે. આ અભિયાનના માધ્યમથી રસી અંગે જનતામાં રહેલી ગેરસમજણ કે અફવાઓ દુર કરી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં મદદરૂપ થવા માંગઈએ છીએ.

Previous articleભાવનગરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરી ખુલ્લી રાખેલી ૬ દુકાનો સીલ કરાઈ
Next articleવિનામુલ્યે ઓક્સીજન સીલીન્ડરની સેવા