ભાવનગર શહેર-જિલ્લામાં ભગવાન પરશુરામજીની જન્મજયંતિની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ

1062

દર વર્ષે વૈશાખ સુદ ત્રીજ ના રોજ વિશ્વભરમાં બ્રાહ્મણો ના આરાધ્ય દેવ અને વિષ્ણુ ભગવાન ના અવતાર એવાં ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારી ને પગલે જાહેર ઉજવણી બંધ કરવામાં આવી છે આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં ભગવાન પરશુરામજી ની સાદગીપૂર્ણ રીતે જન્મજયંતિ ઉજવવામાં આવી હતી.આજરોજ ભાવનગર શહેર જિલ્લામાં વસતાં લાખો વિપ્ર પરિવારો દ્વારા ઘરોમાં રહીને ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ભાવનગર શહેર માં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા યોજવામાં આવે છે અને મહા આરતી બટૂક ભોજન સહિતના કાયૅક્રમો યોજવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોનાની મહામારી ચાલી રહી છે જે અન્વયે બ્રહ્મ સમાજ દ્વારા જાહેર જન્મોત્સવ ના આયોજનો બંધ રાખી ફક્ત ઔપચારિક આયોજનને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પરશુરામ યુવા ગૃપ ભાવનગર દ્વારા શહેરના તળાજા જકાતનાકા સ્થિત ગોપાલનગરમા ભગવાન પરશુરામજી ના ફોટા સમક્ષ પ્રાર્થના, આરતી સાથે પૂજાવિધિ કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો તથા વિશ્વ શાંતિ માટે ભગવાન પરશુરામજી ને પ્રાર્થના ઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ઘોઘા રોડપર બ્રહ્મ સેના દ્વારા ઉકાળા તથા મિથિલીનબ્લુ નું વિતરણ કરી ભગવાન પરશુરામજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઈ, લોકોએ ઘરે જ રહીને બંદગી કરી
Next articleભાવેણાના ૨૯૯માં જન્મદિવસની ઉજવણી