૫ દિવસમાં માગણી ના સંતોષાય તો યુનાઈટેડ નર્સિંગ ફોરમે પ્રતીક હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી

1974

યુનાઇટેડ નર્સિંગ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લામાં આજરોજ તેઓની વિવિધ માંગણીઓ ને લઈ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોવિડ સારવાર છેલ્લા એક વર્ષથી પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર તનાવ પૂર્ણ વાતાવરણમાં સંક્રમણનો ભાગ બની નર્સિંગ સ્ટાફઓ ફરજો બજાવી રહયા છે. રાજ્ય સરકાર દ્વારા નર્સિંગની માંગ ન સંતોષવાને કારણે તા.૧૨/૫/૨૦૨૧ થી ૧૭/૫/૨૦૨૧ સુધી આંદોલન શરૂ કર્યું છે અને ૫ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હોસ્પિટલના પટાંગણમાં નર્સિંગ સ્ટાફે ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્ટાફે જણાવ્યું હતું કે અમે છેલ્લા એક વર્ષથી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ તો અમે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે પણ ગણવામાં આવી રહ્યા છે તો અમારી માંગણીઓ છે ફૂલ પે અને ૬ પે માં સમાન વેતન આપવામાં આવે, કેન્દ્ર સરકાર પ્રમાણે અમે ગ્રેડ પે મળે, સાથે સાથે બી એસ સી સ્ટુડન્ટને સ્ટાઈપેન્ડ નથી મળતું જયારે મેડિકલ સ્ટુડન્ટને સ્ટાઈપેન મળે છે, બંને કામો તો સમાન છે જેટલું એ કામ કરે તેટલું જ અમે કામ કરી રહ્યા છીએ, તો સમાન કામ સમાન વેતન આપવું જઈએ. તેથી ૫ દિવસ સુધી વિવિધ પ્રદર્શન કરવામાં આવશે, જો ૫ દિવસ ની અંદર નિવડો નહીં આવે તો ૧૮ તારીખ થી પ્રતીક હડતાલ પર જઈશું,

Previous articleભાવેણાના ૨૯૯માં જન્મદિવસની ઉજવણી
Next articleસંભવિત ’તૌકતે’ વાવાઝોડાની આગાહીના પગલે ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું