અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૮૪મી વાર અનાજ કીટનું વિતરણ કરાયું

820

૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત સ્વ.નીલાબેન સોનાણીની સ્મૃતિમાં માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ મહિલા કાર્યકર અને અંધ અભ્યુદય મંડળના કારોબારી સભ્ય નીલાબેન સોનાણીનું ગત તા.૨૦/૦૪/૨૦૨૧નાં રોજ કોવિડની બીમારીના કારણે દુઃખદ અવસાન થયું હતું.પ્રથમ માસની તિથીએ તેમની સ્મૃતિમાં તા.૨૦/૦૫/૨૧ ને ગુરૂવારના રોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે અંધ અભ્યુદય મંડળના નબળી આર્થીક સ્થિતિવાળા ભાવનગર શહેરના ૨૧ નેત્રહીન પરિવારોને ૧ મહિનો ચાલે તેટલી ચીજવસ્તુઓની અનાજકીટનું વિતરણ તેમના પુત્રી નિષ્ઠાબેન લાભુભાઈ સોનાણીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.

Previous articleભાવનગરમાં વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ
Next articleગંગાજળિયા પોલીસે પ્રભુદાસ તળાવ પાસે હવા મસ્જિદ પાસેથી બે ભાઈઓ સહિત ૧૫ નબીરો ઝડપાયા