ભાવનગરમાં મોડીરાત્રે બે શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા કરી ફરાર થયા

544

ભાવનગરમાં મોડીરાત્રે કુંભારવાડામાં મોક્ષ મંદિર પાસે નાળા પર યુવક ઉપર લોહિયાળ ઘટના બનવા પામી હતી. આ ઘટનાને લઈ પોલીસનો મસમોટા કાફલો દોડી ગયા હતો. જેમાં યુવક પર બે શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દિધી હતી. અને તે ફરાર થઇ ગયા છે.
શહેરના કુંભારવાડા સ્મશાન પાસે આવેલ નાળા પાસે બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈ એ.એસ.પી સફિન હસન સહિતનો પોલીસનો મસમોટો કાફલો દોડી ગયો હતો. ઇજા પામનાર પરેશ રમેશભાઈ સોલંકી ઉં.વ ૨૨ રહે. બોરતળાવ મફતનગરનો રહેવાસી છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રમેશભાઈ ઓધાભાઈ સોલંકીએ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મે મારા મારા દિકરોના મિત્રને ફોન કરી પુછેલુ કે ત્યાં આવેલો છે. તો મારા દિકરાના મિત્રએ જણાવ્યું હતું કે કુંભારવાડા મોક્ષ મંદિર પાસે તેને મારામારી થયેલ છે. અને તેને સાથળના ભાગે વાગેલ છે. તેને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ ગયેલા છીએ. તો અમે બધા ઘરના હોસ્પિટલ પહોંચ્યા હતા. તેના મિત્રએ જણાવેલુ કે પરેશને મયુરે ફોનમાં ગાળો આપેલી અને ત્યાં તેના મિત્રો પહોંચીયા તો ત્યાં મયુર સાથે બોલાચાલી થયેલી થઈ હતી.
અને મયુરે મારા પુત્રને પકડી ને સલીમે તિક્ષ્ણ હથિયાર ડાબા પગના સાથળ પર મારી દેતા તેને સારવારમાં સરટી હોસ્પિટલ લાવેલા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલો હતો. તેના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવનું કારણ મારા દિકરો પરેશને મયુર સોલંકીના અભી ફાસ્ટ ફૂડ ખાતે કામ કરતો તે વખતે પણ મનદુઃખ થયેલુ હતુ. જેની દાજ રાખીને મારા દિકરાની હત્યા કરવામાં આવી છે. આ અંગે બોરતળાવ પોલીસે આઈ.પી.સી. ૩૦૨, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.