શહેર અને જિલ્લામાં વાવાઝોડાના કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થતા ભાવ આસમાને પહોંચ્યા

238

ભાવનગર શહેર-જિલ્લામાં તાજેતરમાં આવેલ વિનાશક વાવાઝોડું સાથે ઉનાળાના કારણે શાકભાજી ની ઘટતી આવક ને પગલે હવે આવશ્યક જીવન જરૂરિયાત ની ચિઝવસ્તુઓ સાથે ભાવનગર શહેર માં શાકભાજી ના ભાવોમાં ભડકો થતાં ગરીબ મધ્યમ વર્ગીય પ્રજા ને ભરણપોષણ ના બે છેડા ભેગાં કરવા મુશ્કેલ થઈ પડ્યાં છે.ભાવનગર શહેર માં વસતાં મધ્યમ-ગરીબ વર્ગીય પરિવારો છેલ્લા દોઢ વર્ષ થી વૈશ્વિક મહામારી “કોરોના” થી ભારે પ્રભાવિત થવા સાથે અસહ્ય મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે લોકો પાસે આજીવિકા ના માધ્યમો ન બરાબર રહ્યા છે એવા સમયે પરિવારોનુ ભરણપોષણ કેવી રીતે કરવું એ લોકો માટે યક્ષ પ્રશ્ન સાબિત થયો છે આ અધૂરામાં પુરૂ દેશમાં રાતોરાત વધતી જતી મોંઘવારી પેટ્રોલ-ડીઝલ ખાદ્યતેલ કરિયાણું રાંધણ ગેસ ની તો વાત જ નહીં પુછવાની આટલી કસોટી લોકો માટે ઓછી હોય તેમ તાજેતરમાં એક અણધારી કુદરતી આફત તાઉતે વાવાઝોડા રૂપે ત્રાટકી હતી.ભાવનગર શહેર જિલ્લા ને બરાબર ધમરોળી ને રાખી દેનારી આ આફતે હવે આમ જનતા માટે મોટી મુશ્કેલી છોડીને ગઈ છે દર વર્ષે ભાવનગર શહેરમાં ઉનાળામાં શાકભાજી ની આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે કારણકે ઉનાળુ શાકભાજી માટે પર્યાપ્ત માત્રામાં પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય ઉપરાંત મોટા ભાગના ખેડૂતો ચોમાસાના ખરીફ પાકો ના વાવેતર માટે જમીનો ખેડી આવનારી સિઝન માટે તૈયાર કરતાં હોય છે આથી ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
આ વખતે ઉનાળાના પ્રારંભે તાઉતે વાવાઝોડું આવ્યું હતું પરિણામે ભાવનગર જિલ્લામાં રહી-સહી શાકભાજી ની ફસલ પણ આ વાવાઝોડા માં ઉઝડી ને બરબાદ થઈ ગઈ હતી હાલમાં જિલ્લામાં ઉનાળુ શાકભાજી માત્ર ૧૦ ટકા ફસલ જ બચી છે આથી હાલમાં લોકો ગૃહિણીઓ નું આર્થિક બજેટ વેરવિખેર થઈ જવા પામ્યું છે.દરિયાકાંઠાના ગામડાઓ મોટાભાગની જરૂરિયાત પુરી કરે છેઉનાળામાં ભાવનગર શહેરમાં શાકભાજી ની અન્ય મહાનગરો અને જિલ્લા ના મોટાભાગના તાલુકા માથી આવક ઘટે છે ત્યારે ભાવનગર શહેરની શાકભાજી ની કુલ જરૂરિયાત નો ૯૮ ટકા હિસ્સો ઘોઘા, તળાજા તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલ ગામડાઓ માથી આવે છે દર વર્ષે ઘોઘા પટ્ટી પર આવેલાં હાથબ, કૂડા, કોળીયાક, ખડસલીયા, છાયા, મોરચંદ, કરેડા, નથુગઢ, બાડી-પડવા કંટાળા, પાણીયાળા સહિતના ગામડાઓ માથી આવે છે. આ વર્ષે ૩૫ વર્ષ બાદ શેત્રુંજી ડેમની પેટા કેનાલ ના પાણી આવી પહોંચ્યા હતાં પરિણામે આખો ઉનાળો શાકભાજી ની કોઈ અછત ન સર્જાય એવી સુંદર સ્થિતિ નું નિર્માણ થયું હતું ખેડૂતો એ મોટા પ્રમાણમાં ઉનાળુ શાકભાજી નું વાવેતર કર્યું હતું પરંતુ તાઉતે વાવાઝોડું ફૂંકાતા શાકભાજી ની ફસલ નાશ થઈ ગઈ છે. ભગવાનભાઈ ઢાપા શાકભાજી પકવતા ખેડૂત-હાથબ વાળા એ જણાવ્યું હતું,

Previous articleસલમાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો
Next articleભાવનગરના ભાલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ના ભરાય તે માટે અડચણરૂપ દબાણ દૂર કરાયા