ગાયત્રી યજ્ઞમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી ૪,૯૯૯ ઉપાસકો જોડાયા

578

બુદ્ધ પૂર્ણિમાના અવસરે વિશ્વ કલ્યાણ હેતુ યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું : ઘરે-ઘરે ગાયત્રી શાંતિ યજ્ઞ કરી વિશ્વ કલ્યાણની કામનાઓ કરવામાં આવી
આજે બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે ગાયત્રી શક્તિ પીઠ શાંતિકુંજ હરિદ્વાર વિશ્વભરમાં વસતા સેંકડો ભારતીય-હિંન્દુ પરિવારો એક મહા અભિયાનમાં જોડ્યા છે. જે અંતર્ગત વૈશ્વિક શાંતિ-કલ્યાણ અર્થે ઘરે-ઘરે ગાયત્રી શાંતિ યજ્ઞોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી ૪,૯૯૯ ગાયત્રી ઉપાસકો જોડાયા હતા.સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ભયંકર અને વિકરાળ રૂપે ફેલાયેલી છે. ત્યારે સૃષ્ટિ સર્જક-પ્રલયકારક મહાકાલને શાંત કરવા તથા વૈશ્વિક સ્તરે સકલજન હિતાય અને મંગલ કામના સાથે આજરોજ ભગવાન બુદ્ધની જન્મ જયંતિ અવસરે યુગ શક્તિ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં આજે એક મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત લોકોએ ઘરમાં ગાયત્રી શાંતિ યજ્ઞો કરી શાંતિ પાઠ-યજ્ઞ કરવામાં આવ્યા હતા. અને વિશ્વ શાંતિની મંગલ કામનાઓ કરવામાં આવી હતી. તથા વેદમાતા ગાયત્રી, સૃષ્ટિ પિતા સૂર્યનારાયણ, બાબા ગુરૂદેવને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ મહાયજ્ઞ અભિયાનમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી ૪,૯૯૯ ગાયત્રી ઉપાસકો જોડાયા હતા. આ મહા અભિયાનનું સમગ્ર સંચાલન ગાયત્રી શક્તિ પીઠ શાંતિકુંજ હરિદ્વાર મુખ્યપીઠ દ્વારા સોશ્યિલ મીડિયા એપ ઝૂમના માધ્યમથી કરવામાં આવ્યું હતું.