ભાવ. યુનિમાં વિધાર્થીઓ માટે આંતરિક મુલ્યાંકન ફરજિયાત રહેશે

901

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ. દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે. આથી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે ૧થી ૬ સેમેસ્ટર માટે ૧૫ ગણના ૧ એવા બે અસાઇનમેન્ટ, કુલ ૩૦ ગુણના તમામ વિદ્યાર્થીઓ પાસેથી તૈયાર કરાવવાના રહેશે. જેને ઇન્ટરનલ માર્કસ તરીકે ગણવાના રહેશે. જ્યારે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ૧થી ૪ સેમેસ્ટર માટે ૧૫ ગુણની આંતરિક પરીક્ષા અને ૧૫ ગુણના અસાઇનમેન્ટ તૈયાર કરાવવાના રહેશે. જેને આંતરિક ગુણ (ઇન્ટરનલ માર્કસ) તરીકે ગણવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. તે મુજબ યુ.જી. સેમેસ્ટર-૪ તથા ૬ તેમજ પી.જી. સેમેસ્ટર-૪ની વિદ્યાર્થીઓ પાસેથી અસાઇનમેન્ટ તા.૧૦ જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. યુજી/પીજી/ડિપ્લોમા સેમેસ્ટર-૨ના અસાઇનમેન્ટ તા.૧૪ જૂન સુધીમાં મેળવી લેવાના રહેશે. ૨૧ જૂન સુધીમાં યુનિ.ના પોર્ટલ પર તમામ કોલેજો અને ભવનો દ્વારા ઇન્ટરનલ માર્કસની એન્ટ્રી કરી દેવાની રહેશે તેમ ભાવનગર યુનિવર્સીટીના કુલ સચિવ દ્વારા જણાવાયું છે.