શહેરના કુંભારવાડા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી : શ્રમજીવી ઈજા ગ્રસ્ત થયો

1468

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડપર આવેલ એક રહેણાંકી જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં આ મકાનમાં ચાલી રહેલ પાટીના કારખાના માં કામ કરતો શ્રમિક ઘવાયો જેને ૧૦૮ દ્વારા તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ પર ઠક્કરબાપા સોસાયટીમાં સંજય મૂળજી પરમાર પ્લોટ નં-૫૫ માં મકાન ધરાવે છે આ મકાનમાં પ્લાસ્ટિક ની દોરી, પાટી બનાવવાનું કારખાનું ચલાવે છે આજે બપોરે આ જર્જરિત મકાનની છત નો કેટલોક ભાગ એકાએક ધડાકાભેર ધરાશાયી થતાં કારખાના માં કામ કરતો બાબુ ખોડા કણબી નામનો શ્રમિક કાટમાળ તળે દબાઈ જતાં ગંભીર રીતે ઘવાયો હતો આથી સ્થાનિકો એ તત્કાળ શ્રમિકને બહાર કાઢી ૧૦૮ દ્વારા સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડન તથા પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ-કામગીરી હાથ ધરી હતી.