અમદાવાદની ડ્રગ્સ કંપનીઓએ કોરોનાની ડુપ્લીકેટ દવા ભાવનગરના મેડિકલને પધરાવી

579

કોરોના મહામારી મા સક્રિય થયેલી લેભાગુ ફામૉસી કંપનીઓ એ હદ વટાવી નાખી છે કલકત્તા ની એક નોન રજીસ્ટડ ફામૉ કંપની એ મહામારી નો ભરપૂર ઉપયોગ કરી કોરોના ની ડુપ્લીકેટ દવાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી માર્કેટમાં વેચી કરોડો રૂપિયા કમાઈ લીધા હતા અને હવે “પાઘડી નો વળ છેડે” જેવાં ઘાટ મુજબ ઘોડા છુટ્યે તબેલે તાળું મારવા તંત્ર ના ઘોડા છુટ્યા છે…!ભાવનગર શહેર ની એક અગ્રગણ્ય મેડિકલ સ્ટોર માથી ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ એ ડુપ્લીકેટ દવાનો જથ્થો ઝપ્ત કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.
આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આવેલી કોરોનાની બીજી સૌથી ઘાતક લહેરે અભૂતપૂર્વ માહોલ સર્જ્‌યો હતો.
આ મહામારીનો ગેરલાભ ઉઠાવવા સેંકડો ભેજાબાજો સક્રિય થયા હતાં જીવન રક્ષક એન્ટી વેનમ ઈન્જેક્શનો ના કાળા બજાર થયા નકલી ઈન્જેક્શનો ની બુમરાણ મચી હતી અને હવે પરિસ્થિતિ થાળે પડવા ની દિશામાં છે ત્યારે ફ્રી થયેલ સરકાર તંત્ર બની બેઠેલાં ડોક્ટરો, જાલી દવાઓ નો ગોરખધંધા કરતાં ભેજાબાજો પર રાજ્ય વ્યાપી તવાઈ બોલાવી છે જે અન્વયે કોરોના મહામારી માં મુખ્ય દવાના અભાવે ભળતા નામ ધરાવતી નકલી દવાઓ નું ધોમ વેચાણ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામતા ફેવિપિરાવિર ડ્રગ્સ ધરાવતી ૨૭,૦૦ થી વધુ “ફેવિમેકસ” ટેબલેટ અમદાવાદ ના નરોડા વિસ્તારમાં આવેલ ગણેશ મેડિકલ તથા ચાગોદર સ્થિત કિવોની હેલ્થકેર દ્વારા ભાવનગર શહેર ના સર.ટી હોસ્પિટલ સામે આવેલ આયુષપ્લાઝા બિલ્ડીંગ માં આવેલ જ્યોત ફામૉ ને વેચવામાં આવી હતી જેતે સમયે મુખ્ય દવાની અછત ને પગલે નકલી ફેવિમેકસ ચણા-મમરા ની માફક ખપી ગઈ હવે આ અંગે ભાવનગર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જયોત ફામૉ માં દરોડો પાડી વધેલી ૨૬ ટ્રીપ કબ્જે કરી ઊંડી તપાસનો આરંભ કર્યો છે આ સમગ્ર બાબતમાં જયોત ફામૉ ના માલિક-સંચાલક નિર્દોષ છે કારણકે દવા ની ખરાઈ કે પ્રૂફ માટે કોઈ ઉચિત ગાઈડલાઈન નથી અને ઈરાદા પૂર્વક નકલી દવાનું વેચાણ કર્યું ન હોવાનું પ્રાથમિક દષ્ટિએ ચર્ચાઈ રહ્યું છે જોકે ખરૂં તથ્ય રાજ્ય વ્યાપી નેટવર્ક કાયદાના સકંજામાં આવ્યે જ જાહેર થશે..