ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ લાગતા અફરાતફરી, કર્મચારીઓએ જ આગ પર કાબૂ મેળવ્યો

566

ભાવનગર શહેરના જિલ્લા પંચાયત ઓફિસ સામે આવેલા પેટ્રોલ પમ્પમાં આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે પેટ્રોલ પંપના માણસોની સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી.ભાવનગર શહેરના મુખ્ય બજાર તરફ જિલ્લા પંચાયત પાસે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ પૂરતા મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાને કારણે નાસભાગ થવા લાગી હતી, આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો પણ પેટ્રોલ પમ્પના કર્મચારીઓએ ડર વગર ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો અને તાત્કાલિક આગને બુઝાવી દીધી હતી. જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ બુઝાઈ ગઈ હતી. જો કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે પણ પેટ્રોલ પુરવાનું યુનિટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું અને મોટી જાનહાની થતા બચી ગઈ હતી. આગ લાગવાથી રોડ પર લોકોના ટોળા જામ્યા હતા પણ સમયસૂચકતાને પગલે પેટ્રોલ પમ્પ બચી ગયો અને મોટો ધમાકો થતા અટકયો હતો.

Previous articleભાવનગર ખાતે રૂ.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડેપો- વર્કશોપનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ થયું
Next articleવડાપ્રધાન આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવાયા – શંકરસિંહ વાઘેલા