ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા રેશનકીટનું વિતરણ કરાયું

878

જીવલેણ રોગચાળો (કોવિડ -૧૯)ને કારણે લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોમાં સંસાધનોની તંગી સર્જાયેલી સમસ્યાઓ ધ્યાનમાં રાખીને, જીવનનિર્વાહ માટે જરૂરી ચીજવસ્તુઓ આપવાનું કામ રેલવે અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં સ્વયંસેવક સંગઠન “ગર્જતો જ્ઞાયક અધ્યાત્મિક ટ્રસ્ટ” દ્વારા ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે ભાવનગર રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામી અને સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર માશૂક અહમદની ઉપસ્થિતિમાં “કહાનગુરૂ વાત્સલ્ય કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન કિટમાં ચોખા, લોટ, કઠોળ, તેલ, ખાંડ, મીઠું, હળદર, મરચું પાવડર વગેરે જેવી ચીજવસ્તુઓનાં પેકેટો શામેલ હતાં. નોંધનીય છે કે આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પેસેન્જર સહાયકોને સોનગઢ, ધોલા, બોટાદ, લીંબડી, જુનાગઢ, વિસાવદર, સાવરકુંડલા, સોમનાથ અને વેરાવળ જેવા સ્ટેશનોં પર યાત્રી સહાયકોને રાશન કીટ આપવામાં આવી છે. આ રીતે ભાવનગર રેલવે મંડળમાં કાર્યરત કુલ ૫૫ યાત્રી સહાયકોને આ સંસ્થા દ્વારા રાશન કીટ આપવામાં આવી હતી.

Previous articleઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
Next articleકરણની સાથે હિમાંશીનો વીડિયો જોઈ યૂઝર્સ ભડક્યા