ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને કૉંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

1078

ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને આજરોજ શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામેલા લોકોને બે મિનિટ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.જેમાં આજે ભાવનગર શહેરના ઘોઘાગેટ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા કોરોના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી વધુમાં જણાવ્યું હતું કે એક સમયે ભાવનગર હોસ્પિટલમાંથી દરરોજ ૧૫૦ થી વધુ મૃતદેહો સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતી હતી. જે ઘણા દિવસો સુધી યથાવત રહ્યો હતો, કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતાનો મોભી તેમજ પરિવારનો સભ્ય ગુમાવ્યો છે, કોરોના મૃત્યુ પામેલા લોકોના તંત્ર દ્વારા સાવ નહીવત જેવો આંકડો બતાવ્યો છે જ્યારે મૃત્યુ આંક ખૂબ જ વધારે છે કોરોના મૃત્યુ પામેલા લોકોને સરકાર દ્વારા સહાય આપવી જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.આ કાર્યકમમાં શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિરોધપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, પૂર્વ કોર્પોરેટર, શિક્ષણ સમિતિ સદસ્ય, યુથ કૉંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કૉંગ્રેસ તેમજ વિવધ સેલના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી એ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં શહેર અને જિલ્લામાં કોરોનામાં પરિવારજનોએ તેઓના મોભી ગુમાવ્યા છે તેઓને શ્રધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી, આ શ્રધાંજલિ નો કાર્યકમમાં રાજનીતિ કરવા માંગતા નથી પરંતુ ભાવનગર સર ટી હોસ્પિટલ માં એક સમયે ૧૫૦ થી વધુ મૃતદેહો સ્મશાનમાં અંતિમ વિધિ માટે જતી હતી. જે પરિવારો ને સોંપવામાં આવતી ન હતી, ભાવનગર શહેર અને જિલ્લામાં ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦ મોત થયા તેવું હું માનું છું, તંત્ર દ્વારા કોરોનાના ખોટા આંકડાઓ દેખાડવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Previous articleકોરોના સામેની લડાઈ માટે ભાવનગરની એક્રેસીલ કંપની દ્વારા સર ટી હોસ્પિટલને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરાયા
Next articleમ્યુકરમાઈકોસિસના કહેર વચ્ચે વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં બે વર્ષથી આંખના ડોકટરના અભાવે વિભાગ બંધ