સિહોરમાં વાવાઝોડાથી પડેલા વૃક્ષો કરતાં બમણાં વૃક્ષો ઉછેરાશે : સિહોર ન.પા. પ્રમુખ વિક્રમભાઈ નકુમ

729

તાઉ-તે વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે તથા ધરતીને લીલી રાખવાં માટે ધરતીને વૃક્ષો રૂપી ચઃદર થી સજ્જ કરવી તે સમયની જરૂરિયાત છે.
સમયની આ જરૂરિયાતને ઓળખીને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પડી ગયેલા વૃક્ષો કરતા ડબલ વૃક્ષો ઉછેરવાની નેમ વ્યક્ત કરતા સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી વિક્રમભાઈ નકુમે રેહિોરમાં શનિ જ્યંતિના આ અવસરે પીપળાનાં વૃક્ષનું રોપણ કર્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું કે, જે રીતે ચન્દ્ર પર નીલ આર્મસ્ટ્રોંગે એક પગલું ભરીને માનવજાત માટે વિશાળ અવકાશી વિશ્વ ખોલી નાખ્યું હતું. તે આજે થયેલી શરૂઆત એક નાની શરૂઆત છે પરંતુ આગળ જતાં આપણી આ શરૂઆત મોટું પગલું સાબિત થવાની છે.અગ્રણી નાનુભાઈ ડાખરાના સંકલ્પ આયોજન તળે સિહોરમાં ત્રિકોણબાગમાં શનિ જ્યંતિ પ્રસંગે કુમારીકાના હસ્તે પૂજન કરી પીપળાનું રોપણ કરવામાં આવ્યું હતું. સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે પ્રાણવાયુ માટે ખૂબ જરૂરી પીપળાની અનિવાર્યતા અંગે વાત કરતાં જણાવ્યું કે, પીપળાને આપણા શાસ્ત્રોમાં પણ પવિત્ર ગણવામાં આવે છે.
આ ઉપરાંત તે વર્ષો સુધી ટકતો હોવાથી મોટા પ્રમાણમાં આપણને ઓક્સિજન પણ પૂરો પાડે છે.સમગ્ર સિહોરમાં વાવાઝોડા દરમિયાન પડેલા વૃક્ષો કરતાં બમણી સંખ્યામાં વૃક્ષો ઉછેરવા સંકલ્પ જાહેર કરી તેમણે સિહોરની સેવાભાવી સંસ્થાઓ અને નગરજનો દ્વારા આ સંકલ્પને સાકાર કરવા માટે ખભે ખભો મિલાવીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. સાદગી સાથેના પીપળા રોપણ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ચતુરભાઈ રાઠોડ, વિજયભાઈ પરમાર, કિરીટભાઈ પરમાર પણ જોડાયાં હતા. બગીચાની સંભાળમાં ભરતભાઈ રાઠોડ સાથે રહ્યાં હતા.

Previous articleભાવનગર ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પુષ્પાર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું
Next articleદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી