આજે મહાપાલિકાની સ્ટે. કમિટીની બેઠક મળશે : ૧૮ એજન્ડા રજુ થશે

590

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે સ્ટે. કમિટીના ચેરમેન ધિરૂભાઇ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળશે. આ મળનારી બેઠકમાં કુલ ૧૮ જેટલા એજન્ડા રજુ થશે. ઉપરાંત અધ્યક્ષ ્‌સ્થાનેથી જે તુમાર રજુ થાય તે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાશે. આ મળનારી સ્ટે. કમિટીની બેઠકમાં ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરતી એજન્સીએ ટેન્ડરની શરત મુજબ જીપીએસની હાર્ડકોપી રજૂ નહીં કરતા એક એજન્સીને તો અગાઉ રૂ.૩૦.૮૪ લાખની પેનલ્ટીની રકમ પરત આપવામાં આવી હતી. હવે બીજી એજન્સી પણ એ જ રસ્તે માગણી કરતા તેને પણ રૂ.૨.૭૪ લાખની કપાત કરેલી પેનલ્ટીની રકમ પરત આપવા આ બેઠકમાં નિર્ણય કરાશે. ભાવનગરમાં એપ્રિલ ૨૦૧૬ થી ડોર ટુ ડોર ઘન કચરો એકત્રિત કરવાની એજન્સીને શરત મુજબ કામ ન કરતા પેનલ્ટી લગાડવામાં આવી હતી. એજન્સીને ય્ઁજીની ક્ષતિ પોતાની નહીં હોવાથી શહેરના ૧૨ વોર્ડમાં કામ કરતી ઓમ સ્વચ્છતા કોર્પોરેશને પેનલ્ટીની કપાત થયેલી રકમની માગણી કરતા મે ૨૦૧૮માં રૂ.૩૦.૮૪ લાખની પેનલ્ટીની રકમ પરત પણ આપી દીધી. હવે એક વોર્ડનું કામ કરતી જયદિપસિંહ કે.ગોહિલની એજન્સીએ પણ ય્ઁજી ની રૂ.૨.૭૪ લાખની પેનલ્ટીની રકમ પરત કરવા માગણી કરી છે. જેને રકમ પરત આપવા આગામી સ્ટેન્ડીંગ નિર્ણય કરશે. આ ઉપરાંત મળનારી સ્ટે.કમિટીની બેઠકમાં શહેરના જુદા જુદા રોડ ડિવાઇડરમાં વૃક્ષો વાવી રસ્તાની શોભા વધે તે માટે જુદી જુદી સંસ્થાઓને પાંચ વર્ષ માટે દતક આપવાની મંજુરી નિર્ણય કરાયો છે. શહેરના સરદાર બાગ બગીચાના નવીનિકરણ કરી અધતન બનાવી સુંદર બગીચો બનાવવા નિર્ણય કરાશે. બોરતળાવ ખાતે આવેલ કૈલાશ વાટીકામાં દરખાસ્તમાં જણાવેલ વિવિધ પ્રકારની ફી નક્કી કરવા નિર્ણય કરાશે. શહેરના જુદા જુદા છ સ્થળોએ આંગણવાડી બનાવવા નિર્ણય કરાશે. શહેરના કેટલાક રસ્તા પર પેવર અને રિ કાર્પેટીંગ કરાવવા તથા પેચ વર્કના કામો કરાવવા નિર્ણય કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અન્વયે યોજનાની ગાઇડ લાઇન મુજબ બાંધકામની ગુણવત્તાની ચકાસણી કરવા નિર્ણય કરાશે. ઉપરાંત કેટલાક લીઝ હોલ્ડ પ્લોટ અંગે અને લીઝ પટ્ટા અંગે નિર્ણય કરાશે. ગંગાજળિયા તળાવમાં આવેલ મલ્ટી લેવલ પાર્કીંગ- પે એન્ડ પાર્ક માટે નિયત કરેલ જગ્યામાં પાર્કીંગને લાઇસન્સ ફી વસુલીને ચલાવવા નિર્ણય કરાશે. જુદા જુદા ૧૮ જેટલા એજન્ડા ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી જે તુમાર રજુ થશે તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આ બેઠકમાં નિર્ણય કરાશે.

Previous articleકાળિયાબીડ વિસ્તારમાં મિલ્કતવેરા સંદર્ભે આજેથી રીસર્વે આકારણી શરૂ કરાશે
Next articleકાળીયાબીડ વિસ્તારમાં એક પણ પોસ્ટ ઓફીસ નહી હોવાથી મૂશ્કેલી