શહેરની ૩૧૬ આંગણવાડીનાં બહેનોને તાલીમ અને સાધનો આપવામા આવશે

702

બાળ કેળવણી માટે કટિબદ્ધ શિશુવિહાર સંસ્થા દવારા વર્ષ ૨૦૧૨ થી ભાવનગર શહેરની આંગણવાડીને તાલીમ અને બાળ કેળવણીનાં સાધનો આપવામા આવે છે. શિશુવિહાર સંચાલિત મોંઘીબહેન બધેકા બાલમંદિર દવારા પ્રતિવર્ષ યોજાતી પ્રવૃત્તિ અંતર્ગત શહેરનાં ગરીબ બાળકોને તાલીમ આપતી આંગણવાડીની ૨૫-૨૫ બહેનોને સવારે ૯ થી સાંજના ૬ સુધી એક દિવસીય તાલીમ આપી ફસ્ટેઈડ,પપેટસ, સંગીત નાં સાધનો,ક્રાફટ પ્રકારે તાલીમ અપાઈ છે. વર્ષ ૨૦૨૧ માં શ્રી શૈલાબહેન પ્રફુલકુમાર સૂચકની સ્મૃતિમાં તમામ આંગણવાડી ને બાળ કેળવણી અને મોન્ટેસરી સાધનો,પોષક આહાર અને જીવન ઉપયોગી તાલીમનાં ૩૧૪૦ શૈક્ષણીક ચાર્ટ આપવામા આવશે.શહેર આંગણવાડી ઘટક ૧ અને ૨ નાં પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીબહેન નાથજીનાં સંકલન થી ભાવનગરનાં કમિશ્નર શ્રી એમ.એ.ગાંધી સાહેબ તથા ભાવનગર યુનિવર્સીટીનાં પુર્વ વાઇસ ચાન્સલર પ્રા. ડૉ ગિરીશભાઈ વાધાણી શિશુવિહાર બાલમંદિરની મુલાકાતે આવી શિશુ વિહાર સંસ્થા દવારા સતત ૧૦ માં વર્ષે યોજાનાર સ્વૈચ્છીક કાર્યક્રમની સમીક્ષા કરી હતી.

Previous articleકાળીયાબીડ વિસ્તારમાં એક પણ પોસ્ટ ઓફીસ નહી હોવાથી મૂશ્કેલી
Next articleસોનુ સુદ હવે સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે