દિશા વકાણીનો જુનો વિડિયો વાયરલ થયો

523

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧૫
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી એટલે કે દિશા વાકાણીને તો દરેક જણ જાણે છે. નાના પડદે દિશા લાંબા સમયથી ગાયબ છે. પરંતુ તેનું દયભાભીનું પાત્ર આજે પણ એટલું જ લોકપ્રિય છે. ફેન્સને આજે પણ આશા છે કે દિશા વાકાણી જલદી દયાભાભીની ભૂમિકામાં પાછી ફરશે. આ બધા વચ્ચે હાલ દિશા વાકાણીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નથી પરંતુ એક ડાન્સ નંબર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગુજરાતી વહુ દયા એટલે કે દિશા વાકાણી આ વખતે ગુજરાતી ગરબા નથી કરી રહી. પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે માછીમારોવાળો ડાન્સ કરી રહી છે. દિશા વાકાણીનો આ અવતાર કદાચ ફેન્સે પહેલીવાર જોયો હોય. આ વીડિયોમાં દિશા વાકાણી દરિયા કિનારે એક બંગલો ગીત પર નાચતી જોવા મળે છે. તેનો આ ડાન્સ ખુબ ધમાકેદાર છે. વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે. વીડિયોમાં તે ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશાનો આ વીડિયો ખુબ આમ તો જૂનો છે પરંતુ હાલ વાયરલ થઈ રહ્યો છે. વર્ષો જૂના આ વીડિયોમાં પણ દિશા વાકાણી નટખટ અદાઓમાં જોવા મળી રહી છે. દિશા આ ગીતમાં એક ચોરની ભૂમિકા ભજવી રહી છે. જે પોલીસનું ખિસ્સુ કાપી લે છે. દિશાના આ કારનામા બાદ તે માછીમારોની વસ્તીમાં પહોંચી જાય છે અને પછી દરિયા કિનારે એક બંગલો ગીત શરૂ થાય છે. દિશા વાકાણીને આ અવતારમાં જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. એક ફેને તો કમેન્ટમાં કહ્યું જેઠાલાલને કહી દઉ? અનેક લોકો અભિનેત્રીના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે દિશાને આ રૂપમાં જોઈશું તે અંગે ક્યારેય વિચાર્યું નહતું.
આમ તો દિશા લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ છે. તેણે ગર્ભાવસ્થા બાદ શોને અલવિદા કરી દીધી હતી.