ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો બન્યા પ્રકૃતિની પ્રેમી, સીડબોલ દ્વારા વસુંધરા ખીલવશે

458

ભાવનગર શહેરની ભરતનગરની પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૭૬માં શિક્ષકોએ પ્રકૃતિની સેવા માટેનો એક અલગ જ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રોફેસર રહેલા કિશોર ભટ્ટના માર્ગદર્શન નીચે સીડ બોલ બનાવવાનું કામ શિક્ષકોએ આદર્યું છે. જેમાં શિક્ષકો સીડબોલ બનાવી રહ્યાં છે. જેથી પ્રકૃતિનું આગામી દિવસોમાં ચોમાસામાં જતન કરી શકાય. સીડબોલમાં અલગ-અલગ વૃક્ષોના બીજ મુકવામાં આવશે સીડબોલ એક માટીનો લાડવો છે એટલે કે એક લાડવા જેવો ગોળ આકારમાં બનાવેલો સીડબોલ જેમાં અલગ-અલગ વૃક્ષોના બીજ તેમાં મૂકવામાં આવે છે. અને બાદમાં તેનો લાડવો અથવા બોલ જેવું આકાર આપવામાં આવે છે. એટલે આમ કહીએ તો આ સીડબોલની અંદર એક બીજ હોય છે. જે બીજ ચોમાસા દરમિયાન જાહેર અવાવરું જગ્યામાં ફેંકવાના રહે છે જેથી કરીને જ્યારે પણ ચોમાસામાં વરસાદ આવે ત્યારે ત્યાં એક વૃક્ષનું નિર્માણ થઈ શકે અને વસુંધરા ખીલી ઉઠે.શિક્ષકો શિક્ષણ સિવાયના સમયમાં બોલ બનાવી રહ્યાં છેજિલ્લા શિક્ષણ તાલીમ ભવનના કિશોરભાઈ ભટ્ટને મુંબઈ ઇન્કમટેક્સના કમિશનર પતંજલિ ઝા દ્વારા સીડબોલ મશીન આપ્યું છે. જેનો ભાવનગરમાં પ્રથમ સદુપયોગ ભરત નગરની શાળા દ્વારા કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષકો શિક્ષણ સિવાયના સમયમાં બોલ બનાવી રહ્યાં છે. આશરે ૧૦૦ જેટલા વૃક્ષોના અલગ-અલગ બીજ આ લાડવામાં એટલે કે સીડબોલમાં નાખવામાં આવ્યા છે. જેમાં ગુલમોહર, કરંજ, લીમડો હોય તેવા પ્રકારના વૃક્ષોના બીજ મુકવામાં આવ્યા છે. તેવા અલગ અલગ જે પશુ-પંખીઓને પણ કામ આવે તેવા બીજ સીડબોલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.૨૦ લાખ જેટલા સીડબોલ બનાવવામાં આવશે ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૭૬ માં અત્યારે સુધીમાં લાખો સીડ બોલ બનાવવામાં આવ્યા છે આમ જોઈએ તો ૨૦ લાખ જેટલા બનાવવામાં આવશે, જેને આગામી દિવસોમાં ભાવનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં લોકોને એક પેકેટમાં આપવામાં આવશે. અને તેને અવાવરું જગ્યા ઉપર નાખવા માટેની એક પ્રેરણા પણ આપવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન સીડબોલમાંથી વૃક્ષોનું નિર્માણ થાય અને પ્રકૃતિ એટલે કે વસુંધરા ખીલી ઊઠે તેવો પ્રયત્ન કરાયો છે.
૨૫ કિલોમીટરના એરિયામાં સીડબોલ નાખવામાં આવશેકિશોરભાઈ ભટ્ટનું કહેવું છે કે હાલ ભાવનગર શહેરના ૨૫ કિલોમીટરના એરિયામાં સીડબોલ નાખવામાં આવશે. તેમજ જિલ્લામાં ડુંગરાળ વિસ્તાર જેવા કે જેસર, પાલીતાણા અને તળાજા જેવા પંથકમાં

Previous articleભાવનગર ડિવિઝનના ૪ કર્મચારીઓને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા અને ૫ કર્મચારીઓને ડિવિજનલ રેલ્વે મેનેજર દ્વારા સન્માનિત કરાયા
Next articleપાલીતાણામાં દાઉદી વોરા સમાજના ઉમુર સેહત ગુપ દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના લોકો માટે કોવીડની વેકસીન આપવાનો કેમ્પ યોજાયો