કાપડિયા મહિલા આર્ટ્‌સ કોલેજમાં કોરોના વેક્સિન કેમ્પ યોજાયો

495

એન. એસ. એસ. વિભાગ, વી. પી. કાપડિયા મહિલા આર્ટ્‌સ કોલેજ અને આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા. ૧૬ને બુધવારે ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવેલ. જેમાં ૧૬૧ વ્યકિતઓએ ભાગ લીધેલ. આ ઉપરાંત વેક્સિનેશન શા માટે વિષય અંતર્ગત ભાવનગરના જાણીતા કવિ અને ફાર્મસીસ્ટ હિમલ પંડયા સાથે માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીનીઓને પોતાને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ પ્રા.હિમલભાઈ દ્વારા કરવામાં આવેલ. વેકિસનેશન કેમ્પ અને પરિસંવાદનું આયોજન એન. એસ. એસ. પ્રો. ઓફિસર નિલેશભાઈ સેતા દ્વારા કરવામાં આવેલ.

Previous articleવલ્લભીપુરમાં રસ્તાના કામો પાંચ વખત થયા છતાં પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર
Next articleધોરણ ૧૦ અને ૧૧માના માર્ક્સના આધારે નક્કી થશે પરિણામ